ઉર્ફી જાવેદ, હંમેશા પોતાના વિચિત્ર આઉટફીટનાક કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે હવે તાજેતરમાં ઉર્ફી સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉર્ફીને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, (Urfi Javed Banned In Mumbai Restaurant). જેના વિશે ઉર્ફીએ પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. તેવામાં હવે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઉર્ફી અંદર જવા માટે રિસેપ્શન પર લડતી જોવા મળે છે. આ વીડિયોમાં ઉર્ફી કહે છે કે તેને તેના ડ્રેસના કારણે રોકવામાં આવી છે.
ADVERTISEMENT
રેસ્ટોરન્ટમાં ઉર્ફીને ન મળ્યો પ્રવેશ
ઉર્ફી જાવેદના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર કારમાંથી નીચે ઉતરી રહી છે. આ દરમિયાન તેણે સ્લિટ ડ્રેસ પહેર્યો છે, પરંતુ તેના ડ્રેસમાં અલગ-અલગ જગ્યાએ આર્ટવર્ક કરવામાં આવ્યું છે. જેવી જ ઉર્ફી આ ડ્રેસ પહેરીને રેસ્ટોરન્ટના રિસેપ્શનમાં જાય છે, તેને રોકીને કહેવામાં આવે છે કે ‘જગ્યા ખાલી નથી’. આ સાંભળીને ઉર્ફી ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ‘અંદર જઈને કહો કે ઉર્ફી જાવેદ બહાર ઊભી છે, તમને મારું નામ ખબર છે? મારા માટે બધું ખાલી થઈ જાય છે.
કપડાના કારણે અંદર ન જવા દેવામાં આવી?
જ્યારે ઉર્ફીએ ઘણીવાર કહ્યા પછી પણ તેને અંદર જવા દેવામાં આવતી નથી, ત્યારે તે ચીસો પાડીને કહે છે કે, પોશાકને કારણે તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ઉર્ફી હોટલ સ્ટાફને ‘ઉર્ફી હેટર’ કહીને બોલાવે છે. ઉર્ફી કહે છે કે ‘તમે બહાના કેમ બનાવી રહ્યા છો, સ્પષ્ટ કહો કે તમને મારા કપડામાં સમસ્યા છે’. વીડિયોના અંતમાં શું થયું તે જાણી શકાયું નથી, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વાસ્તવમાં ફૂડ ડિલિવરી એપનું પ્રમોશન છે અને બીજું કંઈ નથી.
ADVERTISEMENT