BIG BREAKING: લોકસભાની ચૂંટણીને કારણે UPSC પ્રિલિમ પરીક્ષા મોકૂફ, જાણો હવે કઈ તારીખે લેવાશે એક્ઝામ

UPSC CSE Prelims 2024 Postponed: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમ) 2024ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે.

UPSC CSE Prelims 2024 Postponed

UPSCની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સિવિલ સર્વિસ પરીક્ષા 2024ની પરીક્ષા મોકૂફ

point

લોકસભા ચૂંટણીને કારણે લેવાયો મહત્વનો નિર્ણય

point

26 મે 2024ના રોજ યોજાવાની હતી પરીક્ષા

UPSC CSE Prelims 2024 Postponed: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમ) 2024ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. લોકસભા ચૂંટણીને કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 26 મે 2024ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ તારીખે લોકસભાની ચૂંટણી હોવાથી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આયોગે તેની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે.

હવે આ તારીખે યોજાશે પરીક્ષા 

UPSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (CSE) પરીક્ષા 26 મે 2024ના બદલે 16 જૂન 2024ના રોજ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 14 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2024 સુધી પૂર્ણ થઈ હતી.

થોડા દિવસ અગાઉ જાહેર કરાશે એડમિટ કાર્ડ

જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તે તમામ ઉમેદવારોને પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા માટેના એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને જરૂરી વિગતો ભરીને ફક્ત ઓનલાઇન મોડ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોના એડમિટ કાર્ડ અન્ય કોઈપણ માધ્યમથી મોકલવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ જામનગરમાં કંપાવનારો બનાવઃ ટિફિન આપવા ગયેલી 12 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા, આરોપી ફરાર

આટલી જગ્યાઓ પર થવાની છે ભરતી 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કુલ 1206 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આમાંથી 1056 જગ્યાઓ ભારતીય વહીવટી સેવા/આઈએએસ (સિવિલ સર્વિસીસ) માટે આરક્ષિત છે જ્યારે 150 જગ્યાઓ ભારતીય વન સેવા (IFS) માટે આરક્ષિત છે. 
 

    follow whatsapp