UP Gang Rape Case: ઉત્તર પ્રદેશના આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને બચાવવા માટે આજીજી કરી રહી છે.
ADVERTISEMENT
આરોપીઓની જબરજસ્તીના કારણે પીડિતાને તેના પેન્ટમાં ટોઈલેટ થઈ ગયું. પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને ખેંચવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને બળજબરીથી રૂમમાં ઢસેડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો.
યુવકોએ યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યો
રિપોર્ટ અનુસાર, પાંચ યુવકોએ યુવતીને હોટેલ હોમ સ્ટેમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ઉંમર આશરે 25 વર્ષની છે. તેણે કહ્યું કે, અગાઉ તેનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી. હોટેલ હોમ સ્ટે તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજનગરી ફેઝ 2 માં છે.
પીડિત યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. પીડિતાનો મિત્ર જીતેન્દ્ર તેના ચાર મિત્રો સાથે હોટલ પર પહોંચ્યો હતો અને તેને બળજબરીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મહિલા આજીજી કરતી રહી પણ કોઈએ સાંભળ્યું નહીં
એક વીડિયોમાં પીડિતા રૂમની બહાર જમીન પર ઉદાસ અવસ્થામાં પડેલી જોવા મળે છે, નજીકમાં એક યુવક ઊભો છે અને તે તેને કહી રહી છે કે તેને નાની દીકરીઓ છે. પીડિતા ટોર્ચર કરવાનો આરોપ લગાવી રહી છે અને વારંવાર મદદ, મદદની બૂમો પાડી રહી છે.
કેટલાક યુવકો તેને પકડીને બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજા વીડિયોમાં એક યુવક પીડિત મહિલાને બળજબરીથી પકડી રહ્યો છે. પીડિતા હાથ જોડીને પોતાનો જીવ બચાવવા સતત ભીખ માંગી રહી છે પરંતુ યુવક પીડિતાને જમીન પર ઢસડીને બીજી બાજુ લઈ જઈ રહ્યો છે.
તમામ આરોપીઓની ધરપકડ
ઘટના અંગે એસીપી અર્ચના સિંહે જણાવ્યું કે, તાજગંજ પોલીસને માહિતી મળી હતી કે બસાઈ ચોકી વિસ્તારના હોમ સ્ટેમાં બળાત્કાર અને મારપીટની ઘટના બની હતી. પીડિતાની ફરિયાદના આધારે ઘટનાની નોંધ લેતા, બળાત્કાર, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર પુરુષ અને એક મહિલા સહિત આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT