મધ્ય પ્રદેશ: બાહુબલી લીડર અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. યુપી પોલીસની ટીમ રવિવારે સાંજે અતીક સાથે સાબરમતી જેલથી નીકળી હતી. તેને 2 વજ્ર વાહનો સહિત 6 વાહનોના કાફલામાં યુપીના પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. અતીકને વજ્ર વાહનમાં જ લાવવામાં આવી રહ્યો છે. અતીકને લાવનારી ટીમમાં 45 પોલીસકર્મીઓ છે. અતીકને મંગળવારે કોર્ટમાં હાજર થવાનું છે. અતીક ઉમેશ પાલના અપહરણ કેસમાં આરોપી છે. આ મામલે કોર્ટ 28 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે. આ દરમિયાન તમામ આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
ADVERTISEMENT
UP પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી
રવિવારે સાંજે અમદાવાદની સાબરમતી જેલથી અતિક અહેમદને લઈને નીકળેલો યુપી પોલીસનો કાફલો હાલમાં પ્રયાગરાજ તરફ લઈ જઈ રહ્યો છે અને સવારે 7.15 વાગ્યે કાફલો રાજસ્થાન બોર્ડર ક્રોસ કરીને MPમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રાજસ્થાનમાં UP પોલીસનો કાફલો કોટા, ઉદયપુરમાં રોકવામાં આવ્યો હતો.
પ્રયાગરાજમાંથી 17 પોલીસકર્મીઓનું ટ્રાન્સફર
બીજી તરફ અતિક અહેમદના UP પહોંચતા પહેલા જ તેના નજીકના મનાતા 17 જેટલા પોલીસકર્મીઓને પ્રયાગરાજમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ પહેલા પણ બે ઈન્સ્પેક્ટર સહિત 8 પોલીસકર્મીઓને ટ્રાન્સફર કરાયા હતા. રવિવારે કરાયેલા ટ્રાન્સફરમાં એક સબ ઈન્સ્પેક્ટર, એક ઉર્દુ ટ્રાન્સલેટર, ચાર સિપાહી અને 11 હેડ કોન્સ્ટેબલ સામેલ છે.
માત્ર 5 અધિકારીઓ પાસે મોબાઈલ ફોન
અતિક જે વજ્ર વાહનમાં મુસાફરી કરી રહ્યો છે તેમાં તૈનાત કોઈ પોલીસકર્મી પાસે મોબાઈલ ફોન નથી. આ 5 અધિકારીઓને બાદ કરતાં તમામ પોલીસકર્મીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.અતિકને સાબરમતી જેલમાંથી લાવવા માટે યુપી પોલીસની ટીમ રવિવારે સવારે ગુજરાત પહોંચી હતી. વાસ્તવમાં અતીક અને તેનો ભાઈ અશરફ ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી છે. અતીકના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફની વાત કરીએ તો તે બરેલી જેલમાં કેદ છે. સોમવારે સવારે 10 વાગ્યે અહીંથી તેમને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. અતીકની સાથે અશરફને પણ ટ્રાયલનો સામનો કરવો પડશે.અતિકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ રૂટ પસંદ કરવામાં આવ્યો છે.
30 કલાક લાગશે અમદાવાદથી પ્રયાગરાજ પહોંચતા
આ સમગ્ર ઓપરેશનમાં 30 કલાકથી વધુ સમય લાગવાની ધારણા છે. જેસ જતા પહેલા અતીકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો. ગિરિરાજ સિંહ અતીકને 28 માર્ચે સવારે 11 વાગ્યે પ્રયાગરાજની MP MLL કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની હાજરી પહેલા કોર્ટ પરિસરની સુરક્ષા સઘન બનાવવાની માંગ શરૂ થઈ ગઈ છે. સરકારી વકીલ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ અતીકની હાજરી સમયે પ્રયાગ કોર્ટમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે. એમપી એમએલએલ કોર્ટના જજ ડીસી શુક્લાએ 23 માર્ચે અતીકને હાજર કરવાનો આદેશ જારી કર્યો હતો.
ADVERTISEMENT