UP Nikay Chunav Result: વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી, યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવના ગઢમાં જાણો કોણે મારી બાજી

નવી દિલ્હી: વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણી હોય કે નગર નિગમની ચૂંટણી હોય તમામને 2024ની લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણને લઈ…

gujarattak
follow google news

નવી દિલ્હી: વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણી હોય કે નગર નિગમની ચૂંટણી હોય તમામને 2024ની લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણને લઈ એક કહેવત છે કે દિલ્હીનો રસ્તો યુપીથી પસાર થાય છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશ નગર નિગમની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ત્યારે બધાની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુર પર છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ગઢ ગણાતા મૈનપુરી અને ઈટાવા અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની પણ છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. તમામ 17 મહાનગરપાલિકાઓમાં ભાજપ આગળ છે. ઝાંસીમાં ભાજપના ઉમેદવાર બિહારી લાલ આર્યએ 83548 મતોથી જંગી જીત નોંધાવી છે. અત્યાર સુધીમાં ભાજપ 332 નગરપાલિકાના કાઉન્સિલર, 88 નગરપાલિકા પ્રમુખ, 385 નગર પરિષદ સભ્યો અને 165 નગર પરિષદ પ્રમુખ પદ પર જીતી છે અથવા આગળ છે. 579 નગર પંચાયત સભ્ય પદ પર પણ ભાજપ આગળ છે. એકંદરે ગામડાઓથી માંડીને શહેરો સુધી ભાજપનો કબજો છે.

પીએમ મોદીના સંસદીય ક્ષેત્રની જાણો શું છે સ્થતિ
વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100 કાઉન્સિલર સીટો છે. જેમાંથી અત્યાર સુધીમાં 91 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આંકડા મુજબ આ 91 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના 56 ઉમેદવારો જીત્યા છે. 13 પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. 15 અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવારો સાત બેઠકો પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.

CM યોગીના ગઢમાં ભાજપની સ્થિતિ શું છે?
ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની 80 બેઠકો છે. જેમાંથી 41 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવારો 17 બેઠકો જીતવામાં સફળ રહ્યા છે. પાંચ BSP, એક કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીત્યા. 15 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.

અખિલેશના ગઢમાં શું છે સ્થિતિ
ઈટાવા અને મૈનપુરી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ગઢ માનવામાં આવે છે. ઇટાવામાં ત્રણ નગર પાલિકા પ્રમુખ, 90 નગર પાલિકા પરિષદ સભ્યો, ત્રણ નગર પંચાયત પ્રમુખ અને 37 નગર પંચાયત સભ્યો છે. અત્યાર સુધીમાં 15 નગર પાલિકા પરિષદની બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાંથી ભાજપે માત્ર બે જ જીત મેળવી છે જ્યારે નવમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. અન્યના પરિણામો હજુ સ્પષ્ટ નથી. એ જ રીતે મૈનપુરીમાં નગર પંચાયત પ્રમુખની સીટ પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી છે. ભાજપે નગર પંચાયત સભ્યોની 11 બેઠકો જીતી છે. સપાએ અત્યાર સુધીમાં સાત બેઠકો કબજે કરી છે.

 

સોનિયાના સંસદીય મતવિસ્તારની શું છે સ્થિતિ?
રાયબરેલી લોકસભા સીટ લાંબા સમયથી સોનિયા ગાંધીના કબજામાં છે. આ જિલ્લામાં એક નગર પાલિકા પ્રમુખ, 34 નગર પાલિકા પરિષદ સભ્યો, નવ નગર પંચાયત પ્રમુખ અને 110 નગર પંચાયત સભ્યોનું પદ છે.નગર પાલિકા પરિષદ સભ્યોની ચૂંટણીમાં ભાજપ લગભગ 20 બેઠક પર આગળ છે અથવા તો ચૂંટણી જીતી ચૂક્યું છે. તેવી જ રીતે નવમાંથી પાંચ નગર પંચાયતોમાં ભાજપ અને સપા વચ્ચે જંગ છે. ભાજપે 110 નગર પંચાયત સભ્યોમાંથી 40 થી વધુ બેઠકો જીતી છે અથવા તો આગળ ચાલી રહી છે.

    follow whatsapp