- UPના બલિયા જિલ્લામાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં ગોટાળાનો ખુલાસો થયો
- 25 જાન્યુઆરીના રોજ યોજાયેલા સમૂહ લગ્નમાં, ઘણી દુલ્હનોએ વર વગર વરમાળા પહેરી હોવાનું સામે આવ્યું.
- સરકાર પાસેથી સમુહ લગ્નના નામે 51 હજારની સહાય મેળવી લેવાઈ.
UP News: ઉત્તર પ્રદેશના બલિયામાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી સામે આવી છે. 25 જાન્યુઆરીએ અહીં 568 યુગલોએ લગ્ન કર્યા હતા. પરંતુ આમાં મોટી સંખ્યામાં વરરાજાઓ વગર કન્યાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલીક કન્યાઓ પોતે જ વરમાળા પહેરતા દેખાય છે. હાલમાં આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
568 યુગલોના સમુહલગ્ન હતા
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર 51 હજાર રૂપિયા આપે છે. દરેક જિલ્લામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રમમાં UPના બલિયા જિલ્લામાં 568 યુગલોના લગ્ન થયા. પરંતુ હવે તે છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે. સેંકડો કન્યાઓ વરરાજાઓ વગર પરણી હતી. ઘણી નવવધૂઓ પોતાના હાથથી તેમના ગળામાં માળા પહેરે છે. બુરખો પહેરેલી ઘણી મુસ્લિમ દુલ્હનોએ પણ પોતાના હાથે માળા પહેરી હતી.
છોકરીઓને પૈસાની લાલચ આપીને લગ્ન કરવા બેસાડી
પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આમાંની ઘણી યુવતીઓ ફરવા માટે આવી હતી અને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી તેમની ગણતરી કાગળ પર થાય અને સરકારી તિજોરીમાંથી પૈસા લઈ લેવામાં આવે.
મામલો સામે આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે બાદ હોબાળો મચી ગયો હતો. આ મામલે બાંસડીહ વિધાનસભાના બીજેપી ધારાસભ્ય કેતકી સિંહે કહ્યું કે, આ ઘટનાની જાણ છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. આ ગરીબો સાથે રમત છે. જિલ્લા પ્રશાસને પણ તપાસ ટીમ બનાવી છે. FIRનો આદેશ આપવામાં આવ્યો છે.
20 સભ્યોની ટીમ તપાસમાં લાગી
હાલમાં CDOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 20 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ મળતું ભંડોળ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 પાત્રોની તપાસમાં 8 લોકો નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમની સામે કેસ નોંધવામાં આવશે અને વસૂલાત કરવામાં આવશે.
ADVERTISEMENT