ઉત્તર પ્રદેશઃ જરા બે ઘડી વિચારો, કોઈનો પ્રેમ, પતિ કે પત્ની વર્ષો પહેલા ગુમ થયો હોય અને 10 વર્ષ જેટલા લાંબા સમય પછી તે ભીખારી બની ચુકેલો અચાનક સામે આવે, બે ઘડી તેને ઓળખવો પણ મુશ્કેલ બને, આ દરમિયાન આ મહિલા કે પુરુષની હાલત કેવી હોઈ શકે છે. આવી જ એક સત્ય ઘટના સામે આવી છે. દસ વર્ષથી આ મહિલા પોતાના પતિના પાછા આવવાની રાહ જોતી હતી પરંતુ તે આવ્યો નહીં, દિવસો, મહિનાઓ અને હવે તો વર્ષો વિતવા લાગ્યા હતા ત્યાં આ મહિલાને એક હોસ્પિટલની બહાર એક વ્યક્તિ દેખાયો જેની સ્થિતિ ભિખારી જેવી હતી. તેની હાલત ખુબ ખરાબ હતી. જોકે મહિલાએ જ્યારે ધ્યાનથી જોયું તો તેને શંકા ગઈ અને પછી તેણે નજીક જઈને આ વ્યક્તિને જોયો તો ખબર પડી કે આ તો તેનો 10 વર્ષ પહેલા ગુમ થયેલો પતિ છે. તેના આંસુ નીકળી ગયા. તે પોતાને રડવાથી રોકી શકી નહીં. ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગી. હવે તેણી તેને ઘરે લઈ આવી છે.
ADVERTISEMENT
ભીખારીને જોઈ રડતી મહિલાને જોવા લોકો પણ ટોળે વળ્યા
આ ઘટના ઉત્તરપ્રદેશના બલિયાની છે જ્યાંથી એક પ્રેમ પ્રતિજ્ઞા અને પ્રતિક્ષાની કરુણ કહાની સામે આવી છે. એક મહિલા સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. દરમિયાન, હોસ્પિટલની બહાર તેણે એક અસ્વસ્થ માણસને જમીન પર બેઠેલો જોયો. જ્યારે મહિલા તેની નજીક પહોંચી તો તે તેનો પતિ હોવાનું બહાર આવ્યું. જે 10 વર્ષ પહેલા ગુમ થયો હતો. આ જોઈને મહિલા રડી પડી અને પોતાના પતિની માસૂમ બાળકની જેમ માવજત કરવા લાગી.
નવસારી પૂર: સાંસદ સીઆર પાટીલે અધિકારીઓ સાથે કરી બેઠક, આપી સૂચનાઓ
ભિખારી જેવો પોશાક પહેરેલા પુરુષની સામે બેઠેલી એક મહિલાને જોવા લોકો હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા. માનસિક રીતે અસ્વસ્થ દેખાતા વ્યક્તિના વાળ અને દાઢી આડેધડ રીતે વધી ગયા હતા. તે ગંદા કપડા પહેરીને જમીન પર બેસી રહ્યો હતો. મહિલા તેના વાળમાં કાંસકો કરતી અને શરીર સાફ કરતી જોવા મળી હતી. રડવાની સાથે તે સ્થાનિક બોલીમાં કહેતી જોવા મળી હતી કે તે દસ વર્ષ પહેલા ગુમ થઈ ગયા હતા. આટલા દિવસો સુધી તમે ક્યાં હતા? તમે કેમ છોડ્યા? તે એકસાથે પ્રશ્નો પૂછી રહી હતી. જોકે, તેના પતિને કંઈ બોલતા જોવા મળ્યા ન હતા. તે ચૂપચાપ બેઠો હતો.
ADVERTISEMENT