Kasganj Road Accident News: આજે માઘ પૂર્ણિમા છે અને આ અવસર પર ગંગામાં સ્નાન કરવાનો અનેરો મહિમામાં છે. તો એવામાં જ વહેલી સવારે આસ્થાની ડૂબકી લગાવવા જતા શ્રદ્ધાળુઓને ભયાનક અકસ્માત નળ્યો છે. કાસગંજમાં ગંગા સ્નાન કરવા જતી ટ્રેક્ટર ટ્રોલીનો ગમખ્વાર અકસ્માત થતા અનેક શ્રદ્ધાળુઓના મોટ થયાની પણ જાણકારી મળી રહી છે.
ADVERTISEMENT
ગંગા સ્નાન માટે જતા 15 શ્રદ્ધાળુઓના મોત
આ ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજમાં બની છે. માઘ પૂર્ણિમાના અવસરે ગંગા સ્નાન કરવા માટે જય રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ગઈ, જેના કારણે મુસાફરી કરી રહેલા 15 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. જેમાં સાત બાળકો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.
30થી વધુ લોકો ઘાયલ
આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક શ્રદ્ધાળુઓને મોટી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ ગ્રામજનો દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.
સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
આ ભયંકર દુર્ઘટનાની રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી હતી. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ તેઓએ ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.
ADVERTISEMENT