નવી દિલ્હીઃ વિશ્વમાં જાણીતા એવા વેમ્બલી સ્ટેડિયમ ખાતે ભવ્ય આર્ક આજે કેસરી રંગમાં ઝળહળ્યું હતું. સ્ટેડિમય દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ આપવામાં આવી હતી. તેમના શબ્દો હતા કે, શાંતિ અને સંવાદિત્તાના વૈશ્વિક રાજદૂત. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે આજે પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પ્રવે ભાવાંજલિ અપાઈ હતી અને વિશેષ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ તથા યુએનએઓસી (યુનાઈટેડ નેશન્સ અલ્યાન્સ ઓફ સિવિલાઈઝેશન્સ)ના પ્રતિનિધિ મિગ્વેલ મોરેટિનોસે વિશ્વામાં વિવિધ ધર્મ સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવામાં સામાજીક, સાંસ્કૃતિક સંસ્થાઓની ભૂમિકા અંગે વાત કરી હતી.
ADVERTISEMENT
કેનેડાના પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી અંગે શું કહ્યું
ભારતના યુએન ખાતે કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કામને અંજલિ આપતું ઉદ્બોધન કરાયું હતું. ઉપરાંત મહારાજના શતાબ્દી મહોત્સવને પગલે વિક્ટોરિયા ટાવર ગાર્ડન લંડનમાં બીએપીએસ મંદિરના સંતો અને ટ્રસ્ટીઝ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વેસ્ટમિન્સટર સિટી કાઉન્સિલે તક્તી મુકાતા લખાયું હતું કે નીઝડન મંદિરના સર્જક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની (1921-2016) પાવન સ્મૃતિમમાં તેમની માનવજાત પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને અર્પણ. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રોએ કહ્યું કે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવન કાર્યોથી કેનેડા અને સમગ્ર વિશ્વમમાં છાપ છોડી છે. કેનેડાએ જોયું છે કે બીએપીએસ અને આપ સહુ ભક્તો તથા સ્વયંસેવકો અહીં સમાજ અને દેશ માટે શ્રેષ્ટ પ્રદાન કરો છો.
ભુજના ભૂકંપની સેવા યાદ અપાવી
વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલિઝિયસ લીડર્સના સેક્રેટરી જનરલ બાવા જૈને કહ્યું કે, 2000માં યોજાયેલી મિલેનિયમ વલ્ડ પીસ મીટમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિ અને ઐતિહાસિક વક્તવ્યએ સહુ ધર્મના પ્રતિનિધીઓ પર ઉંડી છાપ છોડી હતી. પરિષદમાં તેમણે મહારાજે આપેલા સંદેશ એવા સારું એ મારું વિશ્વમાં શાંતિ અને સંવાદિતા લાવવામાં ચાવીરુપ બને તેમ છે તેવું કહ્યું હતું. હ્યુસ્ટન મેકીન્ઝીમાં કન્સલ્ટન્ટ સેજલ પટેલે વાવાઝોડા સમયે, ભુજમાં ભુકંપ સમયે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યો અંગે વાત કરી હતી. સાથે જ લંડનનની ઈમ્પિરિયલ કોલેજના મેડિસિન ફેકલ્ટીના પ્રોફેસર સેજલ સગલાનીએ યુકેમાં બીએપીએસ દ્વારા કોરોના સમયે કરવામાં આવેલા રાહત કાર્યો અને વેક્સીનેશનના કામની સરાહના કરી હતી.
ADVERTISEMENT