ઇંદોર : મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો બચાવ થયો છે. છીંદવાડાથી નરસિંહપુર જતા સમયે તેમની ગાડીનો ભયાનક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માતમાં મંત્રીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે 5 અન્ય લોકો ઘાયલ થયા હતા. મંત્રી પટેલનો કાફલો છિંદવાડાી નરસિંહપુર જઇ રહ્યો હતો. દરમિયાન અચાનક એક બાઇક ચાલક વચ્ચે આવી ગયો હતો. આ બાઇક ચાલકને બચાવવા જતા ગાડી રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રહલાદ પટેલ છિંદવાડાના રહેવાસી છે. તેઓ નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર છે.
ADVERTISEMENT
મંત્રી મધ્યપ્રદેશના સાંસદ છે
મધ્યપ્રદેશના દમોહથી લોકસભા સાંસદ પ્રહલાદસિંહ 7 જુલાઇએ ભારતના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને જળ શક્તિના રાજ્યમંત્રી છે. તેઓ મધ્ય પ્રદેશના દામોહ લોકસભા વિસ્તારના સાંસદ છે. પ્રહલાદસિંહ પટેલ 1989 માં પહેલીવાર 9 મી લોકસભા માટે ચૂંટાયા હતા. 1996 માં 11 મી લોકસભા, 1999માં 13 મી લોકસભા, 2014 માં બાલઘાટ અને 2019 માં 16 મી લોકસભા માટે દામોહમાંથી ચૂંટાયા હતા. તેઓ 2019 માં સંસ્કૃતિ અને પર્યટન માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા હતા. ભાજપના સભ્ય તરીકે 2019 માં મધ્યપ્રદેશના દમોહથી લોકસભામાં ચૂંટાયા હતા.
અકસ્માત કેવી રીતે થયો?
મંત્રીનો કાફલો કાર્યક્રમ પુર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન બાયપાસ પર રોંગ સાઇડથી તેમના કાફલા સામે અચાનક બાઇક આવી ગયું હતું. જેથી આ બાઇક ચાલકને બચાવવા જતા ડ્રાઇવરે ગાડીને શોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે ફોર્ચ્યુનર કાર રોડ કિનારાના ખાળીયામાં ઉતરી ગઇ હતી. આ શોર્ટ બ્રેકના કારણે કાફલામાં રહેલી ગાડીઓ એકબીજા સાથે અથડાઇ હતી. મંત્રીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. બાઇક ચાલકની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT