Satish Kaushik ના મોતનું અંડરવર્લ્ડ કનેક્શન? દાઉદ ઈબ્રાહિમના પુત્ર સાથેની પાર્ટીમાં હાજરી આપી હતી!

નવી દિલ્હી: Satish Kaushik ના મૃત્યુનું રહસ્ય જટિલ બની રહ્યું છે. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના પતિ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ…

gujarattak
follow google news

નવી દિલ્હી: Satish Kaushik ના મૃત્યુનું રહસ્ય જટિલ બની રહ્યું છે. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના પતિ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જોકે, દિલ્હી પોલીસે વિકાસ માલુની પત્નીનો નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેણીએ તેનું નિવેદન નોંધ્યું નથી. પોલીસે વિકાસ માલુની પત્નીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવી છે. બીજી તરફ, વિકાસ માલુની પત્નીએ તપાસ નિરીક્ષક પર સવાલો ઉઠાવ્યા હતા અને તેમને હટાવવાની માંગ કરી હતી. દિલ્હી પોલીસ હજુ પણ 174 સીઆરપીસી હેઠળ મામલાની તપાસ કરી રહી છે. કલમ 174 હેઠળ કાર્યવાહી કરવાનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું છે કે નહીં. જો આવું થયું હોય તો તેનું કારણ શું હતું?

સતીશ કૌશિક 7 માર્ચે મુંબઈમાં શબાના આઝમીના ઘરે હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. અહીં તેણે પોતાના નજીકના મિત્રો સાથે ઘણી હોળી રમી હતી. 8 માર્ચના રોજ સતીશ કૌશિક તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવા બિજવાસનના ફાર્મહાઉસ પહોંચ્યા હતા. મોડી રાત્રે 12.10 વાગ્યે તેને બેચેની થવા લાગી. તેણે તેના મેનેજરને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. આ પછી તેને તરત જ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તબીબોએ સતીશ કૌશિકને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

મિત્રની પત્નીના આરોપો બાદ નવો વળાંક આવ્યો
સતીશ કૌશિકના મોતને સામાન્ય માનીને પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન, શનિવારે આ મામલામાં નવો વળાંક આવ્યો જ્યારે તેના નજીકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના જ પતિ અને તેના સહયોગીઓ પર સતીશની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. માલુની પત્નીએ દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરાને પત્ર લખીને મામલાની તપાસની માંગ કરી હતી.

વિકાસ માલુ પર તેની પત્નીએ કયા આરોપ લગાવ્યા હતા?
વિકાસ માલુની પત્નીએ સંજય અરોરાને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે, 15 કરોડ રૂપિયાની લોનને લઈને ઝઘડો થયો હતો. શક્ય છે કે વિકાસે સતીશજીને ખોટી દવા ખવડાવી હોય જેથી તેને પૈસા ચૂકવવા ન પડે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે 23 ઓગસ્ટ 2022ના રોજ તેના બિઝનેસમેન પતિ વિકાસ માલુએ દુબઈમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં અભિનેતા સતીશ કૌશિક પણ હાજર રહ્યા હતા. વિકાસે જ મને કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમનો પુત્ર અનસ પણ પાર્ટીમાં હાજર હતો. દાવો કરવામાં આવે છે કે આ પાર્ટી પહેલા સતીશ કૌશિક વિકાસ માલુના ઘરે ગયો હતો અને ત્યાં 15 કરોડ રૂપિયાની ચર્ચા થઈ હતી. જો કે આ પહેલા વિકાસની બીજી પત્નીએ તેના પતિ વિકાસ માલુ સામે બે મહિના પહેલા રેપનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવ્યું?
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સતીશ કૌશિકના પોસ્ટમોર્ટમ દરમિયાન શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તપાસમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું બહાર આવ્યું છે.ત્યારે સતીશ કૌશિકના પરિવાર તરફથી કોઈ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. બીજી તરફ પોલીસે વિકાસ માલુનું નિવેદન નોંધ્યું છે. તેમણે સતીશ કૌશિકની બગડતી તબિયત વિશે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પત્નીનું નિવેદન નોંધ્યા બાદ પોલીસ ફરી એકવાર વિકાસ માલુનું નિવેદન નોંધી શકે છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં સતીશ કૌશિકના પીએ, ફાર્મ હાઉસના માલિક, ગાર્ડ, ફાર્મ હાઉસમાં હાજર ગેસ્ટ સહિત 20 લોકોના નિવેદન નોંધ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીથી દોહા જતી indigo airline નું કરાચીમાં મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઇટમાં જ મુસાફરનું મોત

કોણ છે વિકાસ માલુ
વિકાસ માલુ અને સતીશ કૌશિકની મિત્રતા ઘણી જૂની છે. વિકાસ માલૂ એક બિઝનેસમેન છે અને તેમની કંપનીનું નામ કુબેર ગ્રુપ છે. વિકાસ સતીશ કૌશિકનો પારિવારિક મિત્ર પણ છે. તે ઘણીવાર સતીશ સાથે જોવા મળતો હતો. તેમની મિત્રતાની ઊંડાઈ એ વાત પરથી જાણી શકાય છે કે સતીશ કૌશિક હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે ખાસ મુંબઈથી ગુરુગ્રામ આવ્યા હતા. ફાર્મહાઉસમાં યોજાયેલી હોળી પાર્ટીમાં ઘણા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp