Flight Attendant : રેડિટ પર ‘wnflyguy’ નામના યુઝરે AMA કમ્યુનિટીમાં લખ્યું કે, હુ એક મોટી અમેરિકન એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ છું. મારો 25 વર્ષનો કાર્યાનુભવ છે તમે મને કંઇ પણ પુછી શકો છો.
ADVERTISEMENT
લોકો વિમાનમાં ખુબ જ વિચિત્ર વસ્તુઓ છોડી જાય છે
એક ફ્લાઇટ એટેન્ડેન્ટે જણાવ્યું કે, લોકો વિમાનમાં શું છોડીને જાય છે. આ વ્યક્તિ 25 વર્ષથી એક અમેરિકી એરલાઇન માટે ફ્લાઇટ એટેન્ડેન્ટનું કામ કરી રહ્યા છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Redit પર Ask me Anything ‘AMA’ સેશન કર્યું. રેડિટ પર Wnflyguy નામના યુઝરે એએમએ કમ્યુનિટીમાં લખ્યું કે, હું એક અમેરિકાની પ્રતિષ્ઠિત એરલાઇન કંપનીમાં ફ્લાઇટ અટેન્ડન્ટ છું. 25 વર્ષનો મારો અનુભવ છે તમે મને ગમે તે પુછી શકો છો.
ન લખી શકાય તેવી અનેક વસ્તુઓ મળી આવી
એક યુઝરે સવાલ કર્યો કે, તમને ફ્લાઇટમાં અત્યાર સુધીની સૌથી ખરાબ વસ્તુ કઇ જોઇ છે? જેના જવાબમાં ફ્લાઇટ એટેન્ડન્ટે લખ્યું કે, મને વપરાયેલા કોન્ડોમ, ગંદા અંડરવિયર, ઉપયોગ કરાયેલા ટેમ્પોન મળ્યા છે. કેટલીક વસ્તુઓ તો એવી પણ છે કે જેનો હું ઉલ્લેખ નથી કરી રહ્યો.
સન્માન મળવા અંગે કહી મહત્વની વાત
કોઇ નશેડીને અટકાવો કે ગુમ થયેલો સામાન પરત અપાવવામાં મદદ કરો તો સન્માન મળ્યું છે તેવા પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, આ અંગે ફ્લાઇટ એટેન્ડેન્ટે કહ્યું કે, હાં તેમને મારી સાથે લડાઇ કરી છે. મારા પર થુકી પણ ચુક્યા છે. તેમણે જણાવ્યું કે, આ લોકોને ધુમ્રપાન કરતા જોઇ ચુક્યા છે. એવા યાત્રીઓને પકડવા માટે પોલીસને લેન્ડિંગ પહેલા જ માહિતી આપી દેવાય છે.
પારિવારિક સંબંધો અંગે કરી મહત્વની વાત
પડકારો અંગે પુછાતા તેમણે કહ્યું કે,તમારા જીવન સાથે સાથે તમારા ખુબ જ સારા સંબંધ હોવા જોઇએ. તમે ઇવેન્ટ્સ પર કે રજાઓ પર નથી જઇ શકતા. તેવામાં તે વાત પર બધુ જ નિર્ભર રહે છે કે કે તમામ વસ્તુઓ કઇ રીતે કામ કરે છે. જો પરિવારમાં નાના બાળકો છે તો વાત અલગ છે. લોકોએ અન્ય પણ ઘણા સવાલ પુછ્યા હતા જેના તેઓએ જવાબ આપ્યા હતા.
ADVERTISEMENT