નવી દિલ્હી : ભારતીય મુળના ઋષી સુનક બ્રિટનના નવા પીએમ બનવા જઇ રહ્યા છે ત્યારે ઇતિહાસ રચાયો છે. આ ન માત્ર બ્રિટન પરંતુ ભારત માટે પણ ઐતિહાસિક ઘડી છે. સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી થઇ હતી. તેમની સામે ઉભેલી પેની મોરડોન્ટે પોતાનું નામ પરત ખેચી લીધું હતું. અગાઉના પીએમ બોરિસ જોનસને પણ પોતાનું નામ પરત ખેંચતા તેઓ બિનહરીફ પીએમ બન્યા હતા. જેથી દિવાળીના દિવસે બ્રિટનમાં પણ દિવાળી ઉજવાઇ હતી.
ADVERTISEMENT
આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને બ્રિટનના પીએમને શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, હાર્દિક અભિનંદ ઋષી સુનક! તમે યુકેના પીએમ બનશો. અમે વૈશ્વિક મુદ્દાઓ પર 2030 નો રોડમેપ અમલવા મુકવા ઉત્સુક છીએ. સાથે મળીને તેના પર કામ કરીશું. ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં રૂપાંતરિક કરતા યુકેમાં વસતા ભારતીયોના લિવિંગ બ્રિજને સ્પેશિયલ દિવાળીની શુભેચ્છાઓ.
સુનકને અંદાજિત 200 થી પણ વધારે સાંસદોનું સમર્થન મળ્યું હતું. પેનીની પાસે 26 જ સાંસદોનું સમર્થન હતું. જેના કારણે તેમણે દાવેદારી પરત ખેંચી હતી. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. 29 ઓક્ટોબરે તેઓ પોતાના કેબિનેટની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુનકની જીતનું કારણ તેમનું બેન્કર બેકગ્રાઉન્ડ છે.
હાલ આર્થિક મોર્ચે બ્રિટન અનેક પડકારો સામે લડી રહ્યું છે. બ્રિટન મોંઘવારી માટે ચૂંટણીનો મહત્વનો મુદ્દો છે. બ્રિટનમાં આર્થિક અસ્થિરતા પણ જોવા મળી હતી. જોનસન સરકારમાં નાણામંત્રી રહી ચુકેલા અને જોનસન સરકારને ઉથલાવી પાડવામાં રાજીનામા આપનારા સાંસદો પૈકીના એક સુનક ઐતિહાસિક જીત પ્રાપ્ત કરીને નવા પીએમ બન્યા હતા.
ADVERTISEMENT