Ujjain Rape case : પોલીસના અનુસાર 12 વર્ષની બાળકી સાથે ક્રુરતા કરનાર એક જ વ્યક્તિ છે. પોલીસે તેમ પણ જણાવ્યું કે, આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભાગવા દરમિયાન તે નીચે ખાબકીને ઘાયલ થઇ ગયો હતો.
ADVERTISEMENT
ujjain rape case : ઉજ્જૈનમાં કિશોરી સાથે થયેલા દુષ્કર્મ મામલે પોલીસે અનેક મહત્વના ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, ભરત સોની નામનો આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના અનુસાર હજી સુધી આ ભયાનક કાંડના બે આરોપી છે. પોલીસે કહ્યું છે કે આ નિર્ભયા જેવો ગેંગરેપ નથી. પોલીસે આ મામલે બે લોકોને આરોપી બનાવ્યા છે. એકને 376 (રેપ) અને પોક્સો એક્ટ હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજાને સાક્ષી છુપાવવાનો આરોપી બનાવાયો છે.
પુરાવા છુપાવનારા આરોપી રાકેશ માલવીયની ધરપકડ
સાક્ષીઓને છુપાવવાના આરોપીનું નામ રાકેશ માલવીય છે. આ ઘટના બાદ હવે પોલીસની તરફથી કહેવામાં આવ્યું કે, ઓટો ચાલક અને ઇ-રિક્શા ચાલકોનું હવે વેરિફિકેશન થશે. પોલીસ સ્ટેશન પ્રભારી અજય વર્મા આ યુવતીને દત્તક પણ લીધી છે.
પકડાયા બાદ આરોપી ભરત સોનીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો
પોલીસે તેમ પણ જણાવ્યું કે, પકડવામાં આવ્યા બાદ રેપ આરોપી ભરત સોનીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ભાગવા દરમિયાન તેઓ ઘાયલ થઇ ગયા હતા. ત્યાર બાદ ફરી એખવાર ભાગવાના પ્રયાસમાં હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો છે. પોલીસે તેને ઘટના સ્થળ પર લઇ જઇ રહી હતી ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ દરમિયાન બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા.
ઘટના સ્થળેથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક પોલીસ સ્ટેશન પ્રમુખ અજય વર્માએ જણાવ્યું કે, ઘટના સ્થળ પર અમે લોકો આ આરોપીને લઇને ગયા હતા. ત્યાં તેમણે જોયું કે પોલીસ પોતાના કામમાં વ્યસ્ત છે તો આ દરમિયાન તેમણે જીતવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે તે ત્યાંથી સીમેંટેડ રોડથી ટકરાઇને પટકાયો હતો અને ત્યારે તેને ઇજા પહોંચી હતી. પોલીસે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
પોલીસ દ્વારા કોઇ જ ફાયરિંગ નથી કરવામાં આવ્યું
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન પોલીસ તરફથી કોઇ ફાયરિંગ નથી કરવામાં આવ્યું. પોલીસે કહ્યું કે, અમે ઘટના સ્થળ પર ક્રાઇમ સીનને રી-ક્રિએટ કરવા માટે ગયા હતા. આ ઉપરાંત અમે યુવતીના કપડાને જપ્ત કરવા માટે પણ તેઓ ત્યાં ગયા હતા. જો કે આ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ભરત સોની મુખ્ય આરોપી ત્યાં નો જ રહેવાસી છે
પોલીસે જણાવ્યું કે, ભરત સોની મુળ રીતે નાનાખેડાનો જ રહેવાસી છે. બાળકી સાથે દુષ્કર્મ કરનારા આ જ છે. ઉજ્જૈન પોલીસે 12 વર્ષની કિશોરી સાથે ક્રુરતા કરવાના કિસ્સામાં 5 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લઇને પુછપરછ કરવામાં આવી ચુકી છે. ભરત સોની આ જ આરોપીઓ પૈકી એક છે. પોલીસે જણાવ્યું કે મુળ રીતે નાનાખેડાનો રહેવાસી છે. હાલ હોસ્પિલમાં ભારત સોનીની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT