Breaking News: ઉત્તરાખંડે રચ્યો ઈતિહાસ, વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ

kenil somaiya

• 01:33 PM • 07 Feb 2024

ઉત્તરાખંડે રચ્યો ઈતિહાસ વિધાનસભામાં પાસ થયું સમાન નાગરિક સંહિતા બીલ યુવકો માટે લગ્નની ઉંમર 21 અને યુવતીઓ માટે 18 Uniform Civil Code Bill: યુનિફોર્મ સિવિલ…

UCC Bill

UCC Bill

follow google news
  • ઉત્તરાખંડે રચ્યો ઈતિહાસ
  • વિધાનસભામાં પાસ થયું સમાન નાગરિક સંહિતા બીલ
  • યુવકો માટે લગ્નની ઉંમર 21 અને યુવતીઓ માટે 18

Uniform Civil Code Bill: યુનિફોર્મ સિવિલ કોડ બિલ એટલે કે UCC બીલ વિધાનસભામાં પાસ થતાંની સાથે જ ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો છે. આ બીલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. દરખાસ્ત પસાર થતા પહેલા બિલ પર બોલતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આપણા બંધારણના નિર્માતાઓએ જે સપનું જોયું હતું તે જમીન પર સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ. દેશના અન્ય રાજ્યોએ પણ આ જ દિશામાં આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો

ઉતરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ

ભાજપે 2022 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું હતું. સરકાર બનાવ્યા બાદ ધામી સરકારે કમિટીની રચના કરી હતી. સમિતિએ 2.5 લાખથી વધુ સૂચનો માંગ્યા અને તેના આધારે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો.

લિવ-ઇન રિલેશનશિપને લગતા નિયમો પણ બનાવવામાં આવ્યા

UCC બિલમાં લિવ-ઇન રિલેશનશિપને લગતા નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. પુષ્કર સિંહ ધામીની ઉત્તરાખંડની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે એક બિલ રજૂ કર્યું હતા. તેને યુનિફોર્મ સિવિલ કોડ, ઉત્તરાખંડ 2024 બિલ નામ આપવામાં આવ્યું હતું.

લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા લોકો માટે નિયમો

– લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કે તેની તૈયારી કરનારાઓ માટે UCC બિલમાં નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો દરેકને લાગુ પડશે, પછી ભલે તે ઉત્તરાખંડનો વતની હોય કે ન હોય.
– નિયમો અનુસાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તેની જાહેરાત કરવી પડશે.
– એટલું જ નહીં, જો તમે આ સંબંધને ખતમ કરવા માંગતા હોવ તો તમારે આ માહિતી પણ આપવી પડશે.

    follow whatsapp