રણમાં આવ્યું પૂર, રસ્તાઓ પર હોડીઓ… વરસાદ બાદ દુબઈ શહેર થયું પાણી પાણી, જુઓ VIDEO

Dubai Floods: દુબઈના સ્વચ્છ અને ચમકતા રસ્તાઓ હવે પાણીની નહેરો બની ગયા છે. રણમાં વસેલા શહેરમાં પૂર આવ્યું છે. કારણ હતું તોફાની વરસાદ. હવામાનમાં આ…

gujarattak
follow google news

Dubai Floods: દુબઈના સ્વચ્છ અને ચમકતા રસ્તાઓ હવે પાણીની નહેરો બની ગયા છે. રણમાં વસેલા શહેરમાં પૂર આવ્યું છે. કારણ હતું તોફાની વરસાદ. હવામાનમાં આ અચાનક બદલાવના કારણે આ થયું છે. હવામાનમાં આવા અચાનક બદલાવથી વૈજ્ઞાનિકો અને વિશ્વ આશ્ચર્યચકિત છે. દુબઈ પ્રશાસને લોકોને બીચ પર જવાની મનાઈ ફરમાવી છે.

દુબઈ પોલીસે લોકોને કાદવ અને રેતીવાળા વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે. કારણ કે ભારે વરસાદ અને પૂરના કારણે જમીન ધસી જવાનો ભય છે. આવા સ્થળોએ અચાનક પૂર આવી શકે છે.

સંયુક્ત આરબ અમીરાતના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ યેલો અને ઓરેન્જ ચેતવણી જારી કરી છે. કારણ કે હવામાન સતત ગંભીર બની રહ્યું છે. હવામાનમાં ફેરફારનું કારણ પશ્ચિમી વિક્ષેપ, આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ હોવાનું માનવામાં આવે છે.

આ ખરાબ હવામાનને કારણે સમગ્ર યુએઈમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ખાસ કરીને દુબઈમાં. માર્ગો પર વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ફ્લાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે.

દુબઈ પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે સખત મહેનત કરી રહી છે. દુબઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વીડિયો એટલો ડરામણો છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. દુબઈની મ્યુનિસિપાલિટીએ પૂરની સ્થિતિ ગંભીર ન બને તે માટે તૈયારીઓ કરી છે. પાણીના સ્તરમાં વધારો કે ઘટાડો અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

ડ્રેનેજ સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વધુ વરસાદ પડે તો શું કરવું તેના પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સંયુક્ત આરબ અમીરાતની સરકારે કહ્યું છે કે, જો વધુ વરસાદ પડશે તો ઓફિસો બંધ કરી દેવામાં આવશે. લોકો પાળીમાં કામ કરી શકે છે. તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ઘરેથી કામ કરી શકો છો.

    follow whatsapp