નવી દિલ્હી : એક ભારતીય દંપત્તી પોતાના પુત્રને શોધવા માટે UAE પહોંચ્યું હતું. સાત સમંદર પાર પોતાના પુત્રને શોધવા પહોંચેલા દંપત્તીને પોતાના પુત્રને જોઇને આઘાત લાગ્યો હતો. તેઓએ પોતાના પુત્રને જોઇને દંપત્તીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુએઇ આવેલા દંપત્તીએ પોતાના દીકરાના એડ્રેસ પર તપાસ કરી હતી. જો કે ત્યાં તેમના પુત્રોનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર હાર્ટ એટેક આવવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. જો કે લાંબા સમય સુધી મૃતદેહ પડી રહેવાને કારણે તેમની ઓળખ થઇ શકી નહોતી. કારણ કે તે એકલો જ રહેતો હતો.
ADVERTISEMENT
દસ વર્ષથી પોતાના દિકરાને જોયો જ નહોતો
છેલ્લા દસ વર્ષથી દંપત્તી પોતાના દિકરાને જોયો નહોતો. માત્ર ફોન પર જ તેનો સંપર્ક થતો હતો. અનેક વખત માતા પિતાએ ઘરે પાછા આવી જવા માટે વાત કરી હતી. દીકરાએ તેનો ઇન્કાર કરી દીધો હતો. સામાજિક કાર્યકર્તા અશરફ થમરાસેરીના અનુસાર સગાઇ તુટ્યા બાદ દીકરો સતત ડિપ્રેશનમાં રહેતો હતો. ખાલીજ ટાઇમ્સ અનુસાર કેટલીક મુશ્કેલીમાંથી પસાર થતો હોવા છતા તે ઘરે જતો નહોતો. અનેક મહિનાઓથી સંપર્ક વિહોણા થયેલા દીકરાની માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. લાંબા સમય સુધી સંપર્ક નહી થતા આખરે યુએઇ જવાનો નિર્ણય કર્યો હતો.
લાંબા સમય સુધી મૃતદેહ પડ્યો રહેતા ઓળખવો પણ મુશ્કેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત આરબ અમિરાતમાં 38,60,000 કરતા વધારે ભારતીય પ્રવાસીઓ રહે છે. દેશની કુલ વસતીના 38 ટકા કરતા પણ વધારે ભારતીયો અહી રહે છે. આ વર્ષે જુન મહિનામાં 35 વર્ષના નીથુ ગાંશ દુબઇ આવ્યો હતો. સ્નાન કરતી વખતે વીજશોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું. આ વર્ષની શરૂઆત 48 વર્ષના એક વ્યક્તિ યુએઇથી લાપતા થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યો હોવાની વિગત સામે આવી હતી. પાકિસ્તાન સરકારે તેના મૃતદેહ અટારી બોર્ડર પરથી ભારતીય અધિકારીઓને સોંપ્યો હતો.
ADVERTISEMENT