Mahadev Book App: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈમાં મહાદેવ બેટિંગ એપના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો છે. કૌભાંડી ચંદ્રાકરને ટૂંક સમયમાં ભારત લાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
સૌરભ ચંદ્રાકર નજરકેદ
વાસ્તવમાં, યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના અધિકારીઓએ મહાદેવ બુક એપ બેટિંગ પ્લેટફોર્મના પ્રમોટર સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ EDની અનુરોધ પર જાહેર રેડ કોર્નર નોટિસ (RCN) પર એક્શન લીધું છે. દુબઈમાં સૌરભ ચંદ્રાકરના ઠેકાણાઓ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને તેને નજરકેદમાં રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, દુબઈ સંયુક્ત આરબ અમીરાત (UAE)નું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
દેશ છોડી ફરાર થઈ શકે છે ચંદ્રાકર
આરોપી સૌરભ ચંદ્રાકરને બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી, કારણ કે જો તેને મંજૂરી આપવામાં આવશે, તો તે દેશ છોડીને ફરાર થઈ શકે છે. UAEના અધિકારીઓ હાલમાં તેના પર દેખરેખ રાખી રહ્યા છે અને ભારતીય અધિકારીઓ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.
ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા બ્રાન્ચ
વાસ્તવમાં મહાદેવ બેટિંગ એપ ઘણી બ્રાન્ચથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક બ્રાન્ચને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યુઝરને ફક્ત શરૂઆતમાં ફાયદો અને પછી નુકસાન થતું હતું. બંને 80% નફો પોતાની પાસે રાખતા હતા. સટ્ટાબાજીની એપ રેકેટ એક મશીનની જેમ કામ કરે છે, જેમાં એલ્ગોરિધમ નક્કી કરે છે કે જે ગ્રાહકો એપમાં તેમના પૈસા લગાવે છે તેમાંથી માત્ર 30% જ જીતે છે.
જ્યુસ વેચતા-વેચતા બની ગયો સટ્ટાકિંગ
થોડા વર્ષો પહેલા સુધી સૌરભ ચંદ્રાકર છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ‘જ્યુસ ફેક્ટરી’ નામથી જ્યુસની દુકાન ચલાવતો હતો. રોડ પર જ્યુસ વેચનારની આવક મર્યાદિત છે, પરંતુ સૌરભ ચંદ્રકરે કંઈક મોટું કરવું હતું, મોટી કમાણી કરવી હતી. પહેલા તો તેણે પોતાની જ્યુસની દુકાન જ વિસ્તારવાની શરૂઆત કરી, છત્તીસગઢના ઘણા શહેરોમાં જ્યુસ ફેક્ટરી નામની દુકાનો ખોલવામાં આવી. જ્યુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. અગાઉ તે ઓફલાઈન સટ્ટો રમતો હતો. પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો લગાવવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે સટ્ટાબાજીની એપ બનાવવાનું નક્કી કર્યું અને રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મહાદેવ બેટિંગ એપ શરૂ કરી.
ADVERTISEMENT