ભાણી પર આવી ગયું મામીનું દિલ, ભાગીને કરી લીધા લગ્ન; 3 વર્ષથી ચાલતું હતું લફરું

પ્રેમ વિશે એવું કહેવાય છે કે ક્યારે, કોની સાથે, ક્યાં અને કઈ વ્યક્તિ સાથે થઈ જાય તે ખબર પણ નથી પડતી, પરંતુ હાલ બિહારમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં મામીએ ભાગીને ભાણી સાથે લગ્ન કરી લીધા છે.

અજબ પ્રેમ ગજબ કહાની!

bihar news

follow google news

પ્રેમ વિશે એવું કહેવાય છે કે ક્યારે, કોની સાથે, ક્યાં અને કઈ વ્યક્તિ સાથે થઈ જાય તે ખબર પણ નથી પડતી, પરંતુ હાલ બિહારમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં મામીએ ભાગીને ભાણી સાથે લગ્ન કરી લીધા છે. જી હાં તમે એકદમ બરાબર વાંચ્યું છે, બિહારના ગોપાલગંજમાં મામીએ ભાણી સાથે લગ્ન કર્યા છે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા.

ત્રણ વર્ષથી હતો પ્રેમ

બિહારના ગોપાલગંજમાં ભાણીના પ્રેમમાં પાગલ મામીએ પોતાના પતિને છોડી દીધા, પછી ભાણી સાથે ભાગીને લગ્ન કરી લીધા. બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારજનોને આ લગ્ન વિશે સમાચાર આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ હતો. 

મંદિરમાં જઈને કરી લીધા લગ્ન

બેલવાના રહેવાસી મામી-ભાણીએ તેમના તમામ સંબંધોને બાયપાસ કરીને સાસામુસા ખાતે આવેલા દુર્ગા ભવાની મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મંદિરમાં લગ્ન દરમિયાન તમામ વિધિઓ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી, ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને પછી સિંદૂર લગાવ્યું. ત્યારબાદ ફેરાફરીને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપ્યું. 

શોભા ખૂબ જ સુંદર છે: મામી

ભાણી શોભાના પ્રેમમાં પાગલ મામી સુમને જણાવ્યું કે, શોભા ખૂબ જ સુંદર છે. મને ડર હતો કે તેના લગ્ન ક્યાંક બીજે થઈ જશે તો તે મને છોડીને ચાલી જશે. બસ આ ડરથી અમે બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે. શોભાએ જણાવ્યું કે સાસામુસા મંદિરમાં અમે લગ્ન કરી લીધા છે. 

બંનેના લગ્ન બન્યા ચર્ચાનો વિષય

ગોપાલગંજમાં મામી અને ભાણીના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ અનોખા લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પરિવારને લગ્નની જાણ કરી હતી. વીડિયોમાં બંનેએ કહ્યું છે કે તેઓ તેમની ઈચ્છા મુજબ લગ્ન કર્યા છે અને સાથે રહેવાની કસમ ખાધી છે. 

    follow whatsapp