150 પેસેન્જરો સાથે ઉડતા પ્લેનમાં 28 મિનિટ સુધી સૂતા રહ્યા બંને પાયલોટ, ફ્લાઈટ રસ્તો ભૂલી ગઈ

Pilot Fall Asleep In Flight: ઈન્ડોનેશિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 25 જાન્યુઆરીના રોજ કેંડેરીથી જકાર્તા જતી ફ્લાઈટમાં બંને પાઈલટ 28 મિનિટ સુધી સૂઈ ગયા હતા.

Pilot sleeps in mid air

Pilot sleeps in mid air

follow google news

Pilot Fall Asleep In Flight: ઈન્ડોનેશિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 25 જાન્યુઆરીના રોજ કેંડેરીથી જકાર્તા જતી ફ્લાઈટમાં બંને પાઈલટ 28 મિનિટ સુધી સૂઈ ગયા હતા. હવે ઈન્ડોનેશિયાનું પરિવહન મંત્રાલય આ ઘટનાની તપાસ શરૂ કરશે. જેના કારણે વિમાન તેના માર્ગ પરથી ભટકી ગયું હતું.

KNKT ના પ્રારંભિક અહેવાલો અનુસાર, બાટિક એર BTK6723 ના પાયલટ અને સહ-પાયલટ બંને દક્ષિણપૂર્વ સુલાવેસી પ્રાંતના કેંદરીથી ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની ફ્લાઇટ દરમિયાન ઊંઘી ગયા હતા. આ સમય દરમિયાન, ફ્લાઈટમાં સવાર 153 મુસાફરો અને ચાર ફ્લાઈટ એટેન્ડન્ટ્સમાંથી કોઈને ઈજા થઈ ન હતી અને ફ્લાઈટને કોઈ નુકસાન થયું ન હતું.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા સાંસદ રાજેશ ચુડાસમાનું ડૉ. અતુલ ચગના પરિવાર સાથે સમાધાન, હવે ફરી ટિકિટ મળશે?

પાઇલોટ્સ થાકેલા હતા

પાયલોટ અને કો-પાયલોટ ઊંઘતા હતા ત્યારે ફ્લાઇટ ઘણી મિનિટ સુધી હવામાં ઉડતી રહી હતી. KNKT ના રિપોર્ટ અનુસાર, પ્લેન જકાર્તાથી કેંડેરી જવાનું હતું અને પછી પરત ફરવાનું હતું. 25 જાન્યુઆરીએ જકાર્તામાં ફ્લાઇટની તૈયારી દરમિયાન કો-પાયલટે તેના પાયલટને જાણ કરી હતી કે તેને પૂરતો આરામ નથી મળ્યો.

ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાધા પછી ઊંઘ આવવા લાગી

ફ્લાઈટ 36,000 ફૂટની ઉંચાઈ પર ઉડાન ભર્યા બાદ પાઈલટે કો-પાઈલટને આરામ કરવા કહ્યું અને તે કોકપિટની અંદર લગભગ 30 મિનિટ સુધી સૂઈ ગયો. ફ્લાઈટ કેંડેરીમાં લેન્ડ થાય તે પહેલા કો-પાઈલટ જાગી ગયો હતો. બંને પાઈલટે કોકપીટમાં ઈન્સ્ટન્ટ નૂડલ કપ ખાધા હતા. આ પછી કો-પાયલોટે પાયલટ પાસે સૂવાની પરવાનગી માંગી. થોડીક સેકન્ડો પછી પાયલોટ પણ સૂઈ ગયો.

આ પણ વાંચો: વધુ એક દેશમાં બનશે ભવ્ય સ્વામિનારાયણ મંદિર! આ દેશના નાયબ વડાપ્રધાને BAPSને આપ્યું નિમંત્રણ

28 મિનિટ સુધી પાઇલટ સૂતા રહ્યા

લગભગ 28 મિનિટ પછી, પાઇલટ જાગી ગયો અને તેણે જોયું કે ફ્લાઇટ રસ્તો ભૂલી ગઈ છે. તેણે કો-પાઈલટને જગાડ્યો અને ACCને જાણ કરી કે ફ્લાઇટમાં રેડિયો સંચારની સમસ્યા આવી હતી, જે ઉકેલાઈ ગઈ છે. આ પછી ફ્લાઈટ સુરક્ષિત રીતે જકાર્તામાં લેન્ડ થઈ ગઈ. KNKT રિપોર્ટમાં પાઈલટના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ પાઈલટની ઓળખ 32 વર્ષીય અને કો-પાઈલટ 28 વર્ષીય તરીકે થઈ છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા સાંસદ રાજેશ ચુડાસમાનું ડૉ. અતુલ ચગના પરિવાર સાથે સમાધાન, હવે ફરી ટિકિટ મળશે?

કેસની તપાસ બાદ હકીકત બહાર આવી હતી

કંટ્રોલ રૂમ પાયલોટ્સે જે કહ્યું તે પચાવી શકાય એમ નહોતું. જે બાદ તપાસ કમિટી બેસાડવામાં આવી હતી. તપાસમાં મામલાની સત્યતા બહાર આવી હતી. વાસ્તવમાં, ફ્લાઈટના એક પાઈલટે તેના કો-પાઈલટને કહ્યું કે, તે ખૂબ જ થાકી ગયો છે તેથી તે સૂઈ રહ્યો છે. પ્લેન ઉપડ્યાના લગભગ 90 મિનિટ પછી, કેપ્ટને તેના સેકન્ડ-ઇન-કમાન્ડ પાસે થોડો આરામ કરવાની પરવાનગી માંગી. આ પછી કો-પાયલોટે પ્લેનની કમાન સંભાળી લીધી, પરંતુ તે પણ અજાણતાં ઊંઘી ગયો. બંને પાયલોટ લગભગ અડધા કલાક સુધી સૂતા રહ્યા. ઘટના બાદ પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. 

    follow whatsapp