Munmun Dutta And Raj Anadkat Engagement: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતાજી (Babitaji) ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta) અને રાજ અનડકટ (Raj Anadkat)ની સગાઈ થઈ ગઈ છે. ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર, 36 વર્ષીય મુનમુન અને 27 વર્ષીય રાજ અનડકટે આ મહિનાની શરૂઆતમાં પોત-પોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. ખબર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આ સમાચારે ધૂમ મચાવી દીધી છે. ટ્વિટર પર ખૂબ જ રમૂજી-રમૂજી મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
રાજ અનડકટે 2022માં શોને કહ્યું હતું અલવિદા
મુનમુન દત્તા પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની ભૂમિકા ભજવે છે, તો રાજ અનડકટે આ શૉમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલાના પુત્ર 'ટપ્પુ'નો રોલ કર્યો હતો. રાજ અનડકટે ડિસેમ્બર 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડવાની જાહેરાત કરી હતી.
#MunmunDutta ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ
લોકપ્રિય કોમેડી શોને લઈ સોશિયલ મીડિયા પર હલચલ મચી છે. #MunmunDutta ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ છે, જ્યાં લોકો 'જેઠાલાલ' અને 'ટપ્પુ' ના મસ્તી કરતા મીમ્સ વાયરલ કરી રહ્યા છે. આ મીમ્સ જોયા પછી તમે તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો.
વડોદરામાં થઈ બંનેની સગાઈઃ રિપોર્ટ્સ
રિપોર્ટ્સનું માનીએ તો મુનમુન દત્તા અને રાજ અનડકટે મુંબઈની બહાર સગાઈ કરી લીધી છે. બંનેની વડોદરામાં રિંગ સેરેમની યોજાઈ હતી. મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અને તેઓ પણ સમારોહમાં હાજર હતા.
ADVERTISEMENT