નવી દિલ્હીઃ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનકની એક જુની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. લોકો પોસ્ટને શેર કરીને સુનકને સવાલ કરી રહ્યા છે કે એક તરફ તો તે ગાયની પુજા કરતા જોવા મળે છે તો બીજી તરફ બ્રિટનની બીફ ઈંડસ્ટ્રીને પ્રમોટ કરવાની વાત કરે છે. બીજો પક્ષ તેમની પ્રશંસા કરી રહ્યો છે કારણ કે તેમણે કહ્યું હતું કે, લોકોની ફૂટ ચોઈસ પોતાની હોય છે.
ADVERTISEMENT
ઋષિ સુનકે આપ્યો હતો વાયદો
30મી જુલાઈ છે. ત્યારબાદ ઋષિ સુનક બ્રિટનના પીએમ પદ માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો તેઓ બ્રિટનના પીએમ તરીકે ચૂંટાઈ આવશે તો સ્થાનિક મીટ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. બીફ અને ઘેટાંનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપશે. તેમણે ટ્વીટની સાથે ધ ટેલિગ્રાફને આપેલો ઈન્ટરવ્યુ પણ શેર કર્યો હતો.
સુનક પોતે બીફ ખાતા નથીઃ રિપોર્ટ
ત્યારબાદ ઋષિ સુનકે વચન આપ્યું હતું કે તેઓ ખેડૂતોની જમીન વેચવાનું બંધ કરશે. તે બ્રિટનમાં ખેતીલાયક જમીનમાં ઘટાડો થવા દેશે નહીં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંદુ ધર્મમાં માનતા સુનક પોતે બીફ ખાતા નથી. પરંતુ દેશભરમાં ‘લોકલ ફૂડ’ ખરીદવા માટે ઝુંબેશ ચલાવશે. તેમણે કહ્યું હતું કે તેઓ ડાઉનિંગ સ્ટ્રીટ પર વાર્ષિક ‘ફૂડ સિક્યુરિટી સમિટ’નું પણ આયોજન કરશે. આ ઇવેન્ટ દરમિયાન, સ્થાનિક માંસ ખાવાના ફાયદાઓ વિશે જણાવવામાં આવશે.
હું હંમેશા ખેડૂતોની સાથેઃ સુનક
ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં ઋષિ સુનકે કહ્યું હતું કે – ગ્રામીણ સાંસદ હોવાના કારણે હું સમજું છું કે પ્રાકૃતિક પર્યાવરણનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. હું હંમેશા ખેડૂતોની સાથે રહીશ. મારા મતવિસ્તારમાં સેંકડો ખેડૂતો ગૌમાંસ અને ઘેટાંના માંસ માટે પ્રાણીઓનો ઉછેર કરે છે અને હું તેમને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
એવો સુધારો કરીશ કે જે છેલ્લા 50 વર્ષમાં નહીં થયો હોયઃ સુનક
ઋષિ સુનકે આગળ કહ્યું- લોકોની ખાણીપીણીની પસંદગી તેમની પોતાની હોય છે. મારી સરકારમાં પશુપાલકોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. હું કૃષિ ક્ષેત્રે એવો સુધારો કરીશ જે છેલ્લા 50 વર્ષમાં નહીં થયો હોય. અમને જણાવવામાં આવ્યું છે કે દેશ માટે ઘરેલું ખાદ્ય ઉત્પાદન કેટલું મહત્વનું છે.
સરકાર બનાવવાનું આમંત્રણ
ખાસ વાત એ પણ છે કે બ્રિટનના પ્રધાનમંત્રી પદ માટે કેમ્પેઈન દરમિયાન ઋશિ સુનક ગાયની પુજા પણ કરતા જોવા મળ્યા હતા. તે કારણે લોકો તેમને સોશિયલ મીડિયા પર નિશાના પર લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે સુન ભારતીય મૂળના પહેલા એવા વ્યક્તિ છે જે બ્રિટનના પ્રધાનમંત્રી પદ પર બેસવા જઈ રહ્યા છે. લીજ ટ્રસના રાજીનામા પછી 24 ઓક્ટોબરે તેમને કંઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટવામાં આવ્યા હતા. હવે કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત પછી તેમને સરકાર બનાવવાનું આમંત્રણ મળી ગયું છે.
ADVERTISEMENT