Dilip Tahil Drunk and Drive case: ઘણી ફિલ્મો, ટીવી શો અને થિયેટરમાં પોતાના કામ માટે જાણીતા અભિનેતા દલીપ તાહિલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. 65 વર્ષીય અભિનેતાને ચોંકાવનારા કારણસર બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તાજેતરના અહેવાલો અનુસાર, દલિપ તાહિલને નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમણે 2018 માં ખારમાં નશામાં ડ્રાઇવિંગ કરવા અને ઓટોરિક્ષા સાથે તેની કાર અથડાવીને એક મહિલાને ઇજા પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, લોકો સાથે ઝપાઝપી થઈ
અગાઉના અહેવાલો મુજબ, દલિપ તાહિલે અકસ્માત બાદ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, ગણેશ વિસર્જનને કારણે તે ભીડમાં ફસાઈ ગયા હતા અને લોકોએ તેમને પકડી લીધા હતા. જ્યારે તેમને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર લોકો સાથે તેમની ઝપાઝપી થઈ હતી.
2018માં જામીન પર મુક્ત થયા હતા
મુંબઈના ખાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, દલીપ તાહિલે બ્લડ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય લોકોની મેડિકલ તપાસ કરાવી હતી. આ પછી અભિનેતા તાહિલની દારૂના નશામાં અને બેદરકારીથી ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, એક્ટર દિલીપ તાહિલે ‘બાઝીગર’, ‘રાજા’, ‘ઈશ્ક’, ‘રા.વન’, ‘કહો ના પ્યાર હૈ’ અને ‘સોલ્જર’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ADVERTISEMENT