Tv Actor Nitish Bhardwaj: ડાયરેક્ટર બી.આર ચોપરાની મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજના ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. અભિનેતા નીતીશ ભારદ્વાજના અંગત જીવનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. એટલું જ નહીં આ ઘરેલુ વિવાદ હવે પોલીસ સુધી પહોંચ્યો છે.
ADVERTISEMENT
પત્ની પર લગાવ્યા ગંભીર આરોપ
નીતીશ ભારદ્વાજે બુધવારે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પોતાની ફરિયાદમાં નીતિશે પોતાની પત્ની IAS સ્મિતા ભારદ્વાજ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ભોપાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. તેમજ ભોપાલ કમિશનરે આ કેસની તપાસની જવાબદારી એડિશનલ એસપી શાલિની દીક્ષિતને સોંપી છે.
ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
નીતીશ ભારદ્વાજે વર્ષ 2009માં મધ્યપ્રદેશ કેડરની IAS ઓફિસર સ્મિતા સાથે લગ્ન કર્યા હતા. આ પછી બંનેને બે જોડિયા દીકરીઓ થઈ. લગ્નના થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. બંને વચ્ચેના વિવાદ બાદ આ કેસ ફેમિલી કોર્ટમાં પણ નોંધવામાં આવ્યો હતો. જ્યાં આ બાબત પેન્ડીંગ છે. હવે નીતિશ ભારદ્વાજે પોતાની પત્ની સ્મિતા પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. નીતીશ ભારદ્વાજે બુધવારે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. નીતિશે આરોપ લગાવ્યો છે કે તેમની પત્ની તેમને દીકરીઓને મળવા દેતી નથી.
અગાઉ એક વાર છૂટાછેડા લઈ ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે IAS ઓફિસર સ્મિતા સાથે નીતિશ ભારદ્વાજના આ બીજા લગ્ન હતા. અગાઉ 27 ડિસેમ્બર 1991ના રોજ નીતિશે મોનિષા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન થોડા વર્ષો પછી જ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. લાંબા વિવાદો બાદ નીતિશે 2005માં મોનિષાથી છૂટાછેડા લીધા હતા. આ પછી વર્ષ 2009માં નીતિશ ભારદ્વાજે IAS ઓફિસર સ્મિતા સાથે લગ્ન કર્યા. પરંતુ તેમના લગ્નના 10 વર્ષ બાદ આ સંબંધ પણ વિવાદોમાં ઘેરાવા લાગ્યો હતો.
ADVERTISEMENT