નવી દિલ્હી: સોલિસિટર જનરલ તુષાર મહેતાને ત્રીજું એક્સ્ટેંશન આપતાં કેન્દ્ર સરકારે તેમને ત્રણ વર્ષ સુધી તેમના પદ પર ચાલુ રહેવા જણાવ્યું છે. મહેતાની સાથે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છ એડિશનલ સોલિસિટર જનરલને પણ બીજી ટર્મ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે વર્ષ 2018માં તુષાર મહેતાને બે વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પ્રતિષ્ઠિત પદ પર બે વર્ષ સુધી કામ કર્યા પછી, તેમને 2020 માં બીજી ટર્મ આપવામાં આવી હતી, જેમાં પ્રથમ વખત એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. હવે ત્રીજું એક્સટેન્શન આપતાં તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ માટે એક્સ્ટેંશન
હવે કેન્દ્ર સરકારની નવી સૂચના હેઠળ, તેમને 1 જુલાઈ, 2023 થી આ પદ પર ત્રણ વર્ષ માટે ત્રીજી મુદત આપવામાં આવી રહી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે તુષાર મહેતાને ભારતના સોલિસિટર જનરલના પદ પર ત્રણ વર્ષ માટે એક્સ્ટેંશન આપતી સૂચના બહાર પાડી છે. બંધારણ મુજબ સોલિસિટર જનરલનું કામ દેશના તમામ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને કાયદાકીય સલાહ આપવાનું છે.
તુષાર મહેતાની કારકિર્દી
તુષાર મહેતાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી વકીલાત કરી હતી. આ પછી, વર્ષ 1987 માં, તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. 2007માં તેઓ વરિષ્ઠ વકીલ બન્યા. બીજા જ વર્ષે 2008માં તેમને એડિશનલ એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા. વર્ષ 2014માં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી, ત્યારબાદ તુષાર મહેતાને એડિશનલ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા.
ADVERTISEMENT