ટ્રેનમાં પણ આવું થાય! ડ્રાઈવરે બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું, પાટા પરથી જુઓ ક્યાં પહોંચી ગઈ ટ્રેન

Train Accident: ઉત્તર પ્રદેશના મથુરામાં ગત રાત્રે રેલવે સ્ટેશન પર એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. જો કે સદનસીબે આ દરમિયાન કોઈને ઈજા થઈ…

gujarattak
follow google news

Train Accident: ઉત્તર પ્રદેશના મથુરામાં ગત રાત્રે રેલવે સ્ટેશન પર એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. જો કે સદનસીબે આ દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને ટ્રેનને નિયત જગ્યાએ ઉભી રાખવાની હતી. તે દરમિયાન બ્રેકના બદલે ટ્રેનનું એક્સીલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચડી ગઈ.

ઘટના સમયે ટ્રેનમાં નહોતા મુસાફરો

મળતી માહિતી મુજબ, લોકલ ટ્રેન લગભગ દસ વાગ્યે નવી દિલ્હીથી મથુરા પહોંચી હતી. અહીં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. આ પછી ટ્રેનને બંધ કરીને ઉભી રાખવાની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરે ટ્રેનને રોકવા માટે બ્રેક લગાવવાની હતી, પરંતુ એક્સિલરેટર દબાઈ ગયું હતું. આ પછી ટ્રેન બેરિયર તોડીને સ્ટેશન ઉપર ચઢી ગઈ.

આ માનવીય ભૂલ હતી કે ટેકનિકલ ભૂલ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના અંગે રેલ્વે પ્રશાસનનો કોઈ અધિકારી કેમેરામાં કંઈપણ કહેવા તૈયાર નથી. જોકે, એન્જિન હટાવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

ઘટનાને કારણે અપ-લાઈન પરની ટ્રેનોને અસર થઈ

મથુરા રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટર એસ કે શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટ્રેન શકુર બસ્તીથી આવી રહી હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. એન્જિનની નીચે કેટલીક બેગ દેખાય છે. સ્ટેશન ડાયરેક્ટરનું કહેવું છે કે ટ્રેન પ્લેટફોર્મ પર કેવી રીતે પહોંચી, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે અપ-લાઈન પરની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેનને હટાવ્યા બાદ અપ લાઇન પરની ટ્રેનો ફરી શરૂ કરવામાં આવશે.

ઘટના બનતા જ રેલવેના અધિકારીઓમાં દોડા દોડ

આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી. રેલવેની ટીમ AMU ટ્રેનને પ્લેટફોર્મ પરથી હટાવવામાં વ્યસ્ત છે. ઘટના બાદ સ્ટેશન પર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. રેલવે કર્મચારીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગે લોકોનું કહેવું છે કે સદનસીબે કોઈને ટ્રેનની ટક્કર ન થઈ, નહીંતર જાન-માલનું મોટું નુકસાન થઈ શક્યું હોત.

 

    follow whatsapp