Dibrugarh Express train accident: યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ચંદીગઢથી આસામ થઈને ગોરખપુર જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પર બની હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવેએ અકસ્માતને લઈને હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. અકસ્માતને કારણે આ રૂટ પરથી પસાર થતી 11 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને બે ટ્રેનો રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ ટ્રેનોને ડાયવર્ટ કરીને રદ કરવામાં આવી હતી
બચાવ કામગીરી શરૂ
રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી છે અને કોચમાં ફસાયેલા મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી છે અને કોચમાં ફસાયેલા મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હેલ્પલાઈન નંબર:
LJN-8957409292
GD-8957400965
માહિતી આપતાં એસપી ગોંડાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયું છે, જ્યારે ચાર મુસાફરો ઘાયલ થયા છે. મોટાભાગના મુસાફરો કોચમાંથી નીકળી ગયા છે, પરંતુ તેમ છતાં સાવચેતીના પગલા તરીકે તમામ કોચની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT