અમદાવાદમાં 31 ની રાત્રે ટ્રાફીક જામ! આટલા રોડ બંધ, ડાયવર્ટેડ રૂટ પર ટ્રાફીક જામ

અમદાવાદ : થર્ટી ફર્સ્ટને પગલે અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને સાંજે 6 વાગ્યા બાદ શહેરના…

31st celebration in Ahmedabad

31st celebration in Ahmedabad

follow google news

અમદાવાદ : થર્ટી ફર્સ્ટને પગલે અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને સાંજે 6 વાગ્યા બાદ શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. કાંકરિયા કાર્નિવલ તરફના તમામ માર્ગો પર પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. જો કે કેટલાક લોકોને આ અંગે માહિતી નહી હોવાથી તેઓ આ રસ્તા પર પહોંચ્યા હતા. જો કે રસ્તો બંધ હોવાથી તેમને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 31 ના પગલે પોલીસ દ્વારા ચેકિંગ પણ ચાલુ હોવાથી ભારે ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટના પગલે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. બીજી તરફ હાલ કાંકરિયા કાર્નિવલ ચાલતો હોવાના કારણે કાંકરિયા કાર્નિવલ તરફ જઇ રહેલા તમામ માર્ગો નો પાર્કિંગ, નો સ્ટેન્ડિંગ, નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીજી રોડ પણ સ્ટેડિયમ છ રસ્તાથી પંચવટી છ રસ્તા સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યા બાદથી મોટા વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સેવા, સુરક્ષા અને શાંતિ માટે ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ચેકીંગ..@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @PoliceAhmedabad #AhmedabadPolice pic.twitter.com/zX6Y9T2Ruf

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 31, 2023

કયા કયા માર્ગો રહેશે બંધ?

થર્ટી ફર્સ્ટ ઉજવણીના પગલે અમદાવાદી યુવા ધન હિલોળે ચડ્યું છે. લોકો મોટી સંખ્યામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા સાંજે 6 વાગ્યાથી સીજી રોડથી સ્ટેડિયમ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત રહેશે. બીજી તરફ વાહનોથી ધમધમતા એસજી હાઇવે પર રાત્રે 8 વાગ્યાથી ભારે વાહનો પર પ્રતિબંધિત રહેશે.

    follow whatsapp