નવી દિલ્હી : બોલિવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન બાદ હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રી શનેલ પણ રાજસ્થાનમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. તેઓ નાગૌર જિલ્લાના ખીંવસર ફોર્ટમાં પોતાના ફિયોન્સે અર્જૂન ભલ્લા સાથે 9 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. તેમના લગ્ન માટે ફોર્ટને 7 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે બુક કરાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
(જુબિન ઇરાની જોધપુર એરપોર્ટ પહોંચ્યા)
પુત્રીના લગ્નની તૈયારી માટે જુબિન ઇરાની રાજસ્થાન પહોંચ્યા
પુત્રીના લગ્નની તૈયારીઓ કરાવવા માટે મંગળવારે બપોરે સ્મૃતિના પતિ જુબિન ઇરાની જોધપુર એરપોર્ટ પર પહોંચ્યા. તેમની સાથે સ્મૃતિ પણ આવવાના હતા જો કે તેમનો કાર્યક્રમ રદ્દ થઇ ગયો હતો. સુત્રો અનુસાર બુધવારે તેઓ અહીં પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનેલ જુબિન ઇરાનીના પહેલા પત્નીની પુત્રી છે.
(ખીવસર ફોર્ટને દુલ્હનની જેમ શણગારાયો)
ખીંવસર ફોર્ટને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો
ખીંવસર ફોર્ટમાં લગ્ન અંગે તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે. મળતી માહિતી અનુસાર બુધવારે સ્મૃતિ ઇરાની જોધપુર એરપોર્ટ પહોંચશે. અહીંથી સડક માર્ગે ફોર્ટ જશે. બુધવારે (આજે) જ મહેંદી અને પીઠીનો કાર્યક્રમ થશે. રાત્રે મ્યૂઝિકલ નાઇટ ઇવેન્ટ થશે. 9 ફેબ્રુઆરી રીતિ રિવાજ અનુસાર લગ્ન થશે.
(તમામ તૈયારીઓ લગભગ પુર્ણ)
2021 માં થઇ હતી બંન્નેની સગાઇ
શનેલ અને અર્જુનની સગાઇ 2021 માં દુબઇમાં થઇ હતી. ત્યારે પોતે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને અર્જુન ભલ્લાનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યું હતું. તેમણે ત્યારે મજાકિયા અદાંજમાં કહ્યું હતું કે, હવે તમારા સસરા તરીકે એક ક્રેજી મેનનો સામનો કરવો પડશે. મને સાસુ તરીકે સહન કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભલ્લા કેનેડામાં રહે છે. તે એક NRI છે અને લીગલ એક્સપર્ટ છે. કેનેડાની અનેક મોટી કંપનીઓમાં લીગલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે શનેલ એક એડ્વોકેટ છે.
(સગાઇ અંગે ખુબ સ્મૃતિ ઇરાનીએ આપી હતી માહિતી)
ADVERTISEMENT