નવી દિલ્હી : દેશમાં એક સમય હતો જ્યારે ટમેટા પર જોક્સ બની રહ્યા હતા. ટમેટા સફરજન કરતા પણ મોંઘા હતા. સામાન્ય લોકો કે મધ્યમવર્ગ તો શું પરંતુ અમીરોની થાળીમાં પણ ટમેટાની હાજરી નહીવત્ત થઇ ગઇ હતી. ટમેટા રાજકારણનો એક મોટો મુદ્દો બની ગયા હતા. લોકો ટમેટા દ્વારા પોતાની અમીરી દેખાડવાના પ્રયાસો કરી રહ્યા હતા. દેશના કેટલાક હિસ્સામાં તો ટમેટા 300 રૂપિયે કિલો મળી રહ્યા હતા.
ADVERTISEMENT
સફરજન કરતા પણ મોંઘા ટમેટાના ભાવ ધડામ
જો કે હવે આજ ટમેટા એક જ મહિનાના સમયમાં 5 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ટમેટા મુદ્દે સાંસદો પણ સરકારને ઘેરી રહ્યા હતા. જો કે હવે એક જ મહિનામાં ટમેટાની કિંમતો એવી સપાટીએ પહોંચી ચુક્યા છે કે, ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રના માર્કેટમાં ટમેટા હવે માત્ર 5 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. પુણેની માર્કેટમાં ટમેટા 5 રૂપિયા પ્રતિકિલો અથવા તો તેના કરતા પણ ઓછી કિંમતે હોલસેલ ભાવે વેચાઇ રહ્યા છે.હાલ ટમેટા 90 રૂપિયા પ્રતિ કેરેટના ભાવે વેચાઇ રહ્યા છે.
શાકભાજીના સટ્ટોડિયાઓના કારણે સેંકડો ખેડૂોત બરબાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટમેટાનું કેરેટ એક મહિના પહેલા જ 2000 રૂપિયા પ્રતિ કેરેટના ભાવે વેચાઇ રહ્યા હતા. અચાનક ટમેટાના ભાવ ઘટી જવાના કારણે હવે ખેડૂતો MSP ની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના અનુસાર ટમેટાના વધતા ભાવને કાબુ કરવા માટે તેમણે મોટા પ્રમાણમાં ટમેટા ઉગાડ્યા. પરંતુ શાકભાજીના સટ્ટોડિયાઓના કારણે ફરી તેમને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. તેઓ બરબાદ થઇ ચુક્યા છે. તેમની મુદ્દલ રકમ પણ હવે તેમને નથી મળી રહી.
ADVERTISEMENT