ભોપાલ : મધ્યપ્રદેશના ભોપાલમાં ખંડવા-ઇટારસી રૂટ પર આરપીએફે પેન્ટ્રીકાર મેનેજરની ચેન પુલિંગ કરતા રંગે હાથ ઝડપી લીધો છે. આ રૂટ પર ચાલતી કાશી એક્સપ્રેસ ટ્રેનમાં વારંવાર ચેન પુલિંગ કરવામાં આવતી હતી. જેના કારણે આ ટ્રેન ઇટારસી ખુબ જ લેટ પહોંચતી હતી. જેને ધ્યાનમાં રાખીને આરપીએફએ ગુપ્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન પેન્ટ્રીકાર મેનેજર રંગેહાથ પકડાયો હતો. તેણે જે ખુલાસો કર્યો, જેના કારણે પોલીસ અને સમગ્ર રેલવે તંત્ર પણ આશ્ચર્યમાં મુકાઇ ગયું હતું.
ADVERTISEMENT
પેન્ટ્રીકાર મેનેજર પર કલમ 141 હેઠળ કેસ દાખલ
હાલ પેન્ટ્રીકાર મેનેજર પર કલમ 141 હેઠળ કેસ દાખલ કર્યો છે. રેલવે અધિનિયમની કલમ 141 હેઠળ યોગ્ય કાર્યવાહી અને પુરતા કારણ વગર ચેન ખેંચનારા 1000 રૂપિયાનો દંડ એક વર્ષની કેદ અથવા બંન્ને હોઇ શકે છે. આ સાથે જ પેન્ટ્રીકાર મેનેજર પર 145 રેલ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા અપાયેલા નિવેદન અનુસાર ભોપાલ મંડલના ખંડવા-ઇટારસી રેલ ખંડમાં 15017 કાશી એક્સપ્રેસમાં ચેન પુલિંગ અને પ્રેશર ડ્રોપની ઘટના ઘટતી જઇ રહી હતી. જેને જોતા રેલ સુરક્ષા બળ આઉટપોસ્ટે ગુપ્ત રીતે નજર રાખવા માટે તહેનાત કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ખંડવા-બાનાપુરાની વચ્ચે વારંવાર ચેન પુલિંગ થતું હતું. જો કે ટ્રેન ઉભી રહે તે પહેલા પ્રેશર આવી જવાના કારણે ટ્રેન ચાલતી રહેતી હતી.
ટ્રેનને લેટ કરવા માટે ચેન પુલિંગ કરવામાં આવતું હતું
ત્યાર બાદ ટિમરની-બાનાપુરાના ફરીથી ચેન પુલિંગ કરવામાં આવ્યું. ત્યાર બાદ ઉપનિરીક્ષકે પેન્ટ્રીકારમાં ચેક કરવા ગયો. આ દરમિયાન પોલીસને ઉત્તરપ્રદેશના મહોબાનો રહેવાસી પેન્ટ્રીકારમ મેનેજર સુરજસિંહને એસીપીએ હેન્ડલ ખેંચતા રંગેહાથ ઝડપાયો હતો. પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, તેના દ્વારા ચેનપુલિંગ માત્ર ગાડી મોડી પડે તે માટે કરવામાં આવતું હતું.
પેન્ટ્રીકારમાં બનેલું ભોજન વધારે હોઇ શકે છે
ટ્રેનના સમય પર સ્ટેશન પહોંચવા અંગે તેમના ભોજનનું વેચાણ ઓછું થતું હતું. ચેન પુલિંગ કરવાથી ટ્રેન નિર્ધારિત સમયથી ઇટારસી સ્ટેશન પર પહોંચતા નથી. જેના કારણે કેના પેન્ટ્રીકારમાં બનેલા ભોજનનું વેચાણ વધારે થઇ જાય છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું કે, અગાઉ 11 મેના રોજ પણ આ ગાડીને બાનાપુરા-ઇટારસીની વચ્ચે ચેન પુલિંગ કરી હતી. હાલ પેન્ટ્રીકાર મેનેજર પર કલમ 141 અને 145 રેલ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT