નવી દિલ્હી : APPLE CEO ટિમ કુક આજે IPL 2023 જોવા માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે બોલિવુડની અભિનેત્રી સોનમ કપુર અને તેના પતિ આનંદ આહુજા દિલ્હીમાં હાજર રહ્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ હતી. એપ્પલનો બીજો સ્ટોરનાં ઉદ્ધાટન બાદ ટિમ કુક સોનમ કપુર અને આનંદ આહુજા સાથે સ્ટેડિયમ ખાતે મેચ જોવા માટે પહોંચ્યા હતા. અરૂણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં લાખો લોકો મેચ જોવા પહોંચ્યા હતા. જો કે ટિમ કુક આવી પહોંચતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
ADVERTISEMENT
વીઆઇપી બોક્ષમાં આઇપીએલનો આનંદ માણ્યો
સોનમ અને આનંદ સાથે ટિમ કુક વીઆઇપી બોક્ષમાં મેચનો આનંદ માણ્યો હતો. ટિમ કુક આવતા અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમણે આઇપીએલ અંગે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટિમ કુકે મુંબઇ બાદ દિલ્હીના સિટીવોક શોપિંગ મોલમાં પોતાનો બીજો એપલ સ્ટોરનું ઉદ્ધાટન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનો પ્રથમ એપ્પલ શો રૂમ મુંબઇના બાંદ્રા ખાતે ખુલ્લો મુકાયો છે.
કુક મુંબઇ બાદ દિલ્હીમાં શોરૂમ ઓપન કર્યો
ટિમ કુક પોતાની ભારત યાત્રા દરમિયાન મુકેશ અંબાણીને તેમના ઘરે મળવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કુકની આ મુલાકાત ખુબ જ મહત્વની છે. ભવિષ્યે એપ્પલ પોતાની સમગ્ર એસેમ્બલી લાઇન ચીનથી હટાવીને ભારત લાવવા માટે પ્રયાસરત છે. આ ઉપરાંત તે ભારતમાં પોતાનું માર્કેટ વધારવા માટેના પ્રયાસો પણ કરી રહ્યું છે. તે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પોતાનું માર્કેટ શોધી રહી છે.
ADVERTISEMENT