‘હિંમત હોય તો આ રક્ષાબંધન પર બિલકિસ બાનો પાસે રાખડી બંધાવો’, BJP નેતાઓને ઉદ્ધવ ઠાકરેનો પડકાર

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈમાં પક્ષના કાર્યકરો અને સંભાજી બ્રિગેડના કાર્યકરોને સંબોધિત કરતી વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું,…

gujarattak
follow google news

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈમાં પક્ષના કાર્યકરો અને સંભાજી બ્રિગેડના કાર્યકરોને સંબોધિત કરતી વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું તમને જણાવવા માંગુ છું કે NDAની બેઠકમાં શું થયું, PM મોદીએ NDA સાંસદોને શું કહ્યું? તેમણે કહ્યું, આ વખતે મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનનું આયોજન કરો, મુસ્લિમ મહિલાઓને રાખડી બાંધવા દો. તમારે તે કરવું જોઈએ પણ મણિપુરની બહેનો વિશે પણ વિચારવું જોઈએ અને તેમની પાસે પણ રાખડી બંધાવવી જોઈએ.

ઉદ્ધવનો પડકાર

ઉદ્ધવ આટલે ન અટક્યા, તેમણે કહ્યું, “બિલ્કીસ બાનો પાસે રાખડી બંધાવો, આ રીતે રક્ષાબંધન ઉજવો. બિલકીસ બાનો જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સભ્યોનો પણ બળાત્કાર કરાયો હતો. કેસના તમામ દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કરી દીધા છે. હિંમત હોય તો , બિલ્કીસ બાનો પાસે રાખડી બંધાવો. જો તમારામાં હિંમત હોય તો મણિપુરમાં જે મહિલાઓને જાહેરમાં નગ્ન પરેડ કરવામાં આવી હતી તેમની પાસે રાખડી બંધાવો.’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ કોંગ્રેસ સાથે એટલા માટે ગયા કારણ કે ભાજપે તેમની પીઠમાં છરો માર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે કોઈ ભાજપ સાથે નહોતું ત્યારે તેમના પિતા બાળાસાહેબ ઠાકરે ભાજપની સાથે મક્કમતાથી ઉભા હતા.

વડાપ્રધાન પર નિશાન સાધ્યું

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા, જેમણે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા નામોનો ઉલ્લેખ કરીને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ની મજાક ઉડાવી હતી. ઠાકરેએ કહ્યું કે I.N.D.I.A. ગઠબંધનમાં એવા પક્ષોનો સમાવેશ થાય છે જે લોકશાહી અને સ્વતંત્રતાનું ગળું દબાવનારાઓનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, ‘PM મોદી જ્યારે વિદેશમાં વિદેશી નેતાઓને મળે છે ત્યારે અમને ગર્વ થાય છે. શું તમે તેમને ભારતના વડાપ્રધાન તરીકે મળો છો કે ઈન્ડિયન મુજાહિદ્દીનના પ્રધાન સેવક તરીકે?’

ફડણવીસની અંદર ઔરંગઝેબ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘કર્ણાટકમાં બજરંગ બલીની ગદાથી તેમને દુઃખ થયું હતું. હવે મહારાષ્ટ્રમાં તેઓ ઔરંગઝેબ ઔરંગઝેબના નારા લગાવે છે. હું કહું છું કે અમને ઔરંગાબાદના અનુયાયીઓ જોઈતા નથી. તમે ગૃહમંત્રી છો, મહારાષ્ટ્રમાં શું ગતિવિધિઓ થઈ રહી છે તે તમને ખબર નથી, તો તમે ગૃહમંત્રી કેમ છો. આજે તમને જણાવી દઈએ કે ઔરંગઝેબ હજી જીવિત છે. જુઓ અહીં શું થઈ રહ્યું છે. એક ઔરંગઝેબ છે જેણે શિવસેનાને વિભાજિત કરી હતી, એક ઔરંગઝેબ છે જેણે એનસીપીમાં ભાગલા પાડ્યા હતા. ફડણવીસ, ઔરંગઝેબ તમારી અંદર છે.

ઠાકરેએ કહ્યું, ‘મને બીજેપી કાર્યકર્તાઓ માટે દુઃખ થાય છે કારણ કે તેમને પાર્ટીમાં ‘આયારામ’ની પૂજા કરવી પડે છે. દેવેન્દ્ર ફડણવીસ એવા મંત્રી બન્યા છે જે આવનારા લોકોનો રેકોર્ડ રાખે છે. તે કેટલો બોજ ઉઠાવશે?’

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું, ‘તમે અમારી પીઠમાં છરો માર્યો છે. તેમની પાસે કોઈ સૈનિકો નથી. તેઓ સેના વિરુદ્ધ સેના અને એનસીપી વિરુદ્ધ એનસીપીની જેમ એકબીજા સાથે લડે છે. તેઓ હવે કોઈને પણ લઈ જાય છે. તેમની પાર્ટીમાં કેટલાક એવા લોકો છે જે કપડાં પણ નથી પહેરતા.

    follow whatsapp