આસામમાં એક મરઘીના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. મરઘીને બચાવવાના ચક્કરમાં 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કછાર જિલ્લાના લખીમપુર વિસ્તારમાં સર્જાઈ હતી. અહીં એક મરઘી કુવામાં પડી ગઈ હતી. ઘરનો નાનો દીકરો તેને પડતા જોઈ ગયો, જેથી તે મરઘીને બચાવવા કુવા કૂદી પડ્યો. જે બાદ તે બહાર ન નીકળી શક્યો. તેને બચાવવા માટે મોટા ભાઈએ પણ છલાંગ લગાવી દીધી. તે પણ બહાર ન આવી શક્યો. જે બાદ તેમની બાજુમાં રહેતો એક યુવક બંને ભાઈને બચાવવા માટે કુવામાં ગયો. પરંતુ તે પણ બહાર ન નીકળી શક્યો. જે બાદ લોકોએ પોલીસને જાણ કરી.
ADVERTISEMENT
મરઘીને બચાવવા કૂવામાં કૂદ્યા
પરિવારે જણાવ્યું કે, મરઘી અચાનક કુવામાં પડી ગઈ હતી. પરિવારના બે છોકરાઓ પ્રોસેનજીત દેબ કુમાર અને મનજીત દેબ કુમાર કૂવામાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ મરઘીને બચાવી ન શક્યા અને પોતે પણ કૂવામાંથી બહાર ન આવી શક્યા. તેઓ કુવામાંથી બહાર ન આવતા બાજુમાં રહેતો અમિત સેન પ્રોસેનજીત અને મનજીતને બચાવવા કૂવામાં ગયો હતો. પરંતુ તે પણ બહાર ન આવી શક્યો.
ગૂંગળમણના કારણે મોત
પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરી, ત્યારબાદ SDRFને જાણ કરવામાં આવી. આ પછી વહીવટી અધિકારીઓએ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં ત્રણેયના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય યુવકોના ગૂંગળામણને કારણે મોત નિપજ્યા છે.
ત્રણેયના બહાર કાઢ્યો મૃતદેહ
એસપી નુમલ મહત્તાએ કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કૂવામાં મરઘી પડી ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. પોલીસે NDRF અને SDRFની મદદથી ઓપરેશન હાથ ધરીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિલચર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT