મહારાષ્ટ્રઃ મુંબઈમાં આવેલી ગૂગલની ઓફિસને આજે સોમવારે એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે પૂણેમાં ગૂગલ ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ગૂગલના અધિકારીઓએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી અને પૂણે પોલીસની સાથે મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી ગૂગલ ઓફિસમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી છે. ધમકીને લઈને મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે, ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી હતી. આ મામલે કાર્યવાહી કરતી વખતે પોલીસે હૈદરાબાદના એક વ્યક્તિની અટકાયત કરી છે.
ધમકી આપનારે જણાવ્યું પોતાનું નામ
મળતી માહિતી મુજબ, ધમકી આપનારે પોતાનું નામ પનાયમ શિવાનંદ જણાવ્યું હતું. તેણે ફોન પર એમ પણ કહ્યું કે તે હૈદરાબાદમાં રહે છે. ફોન કરનારે લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો હતો. પોલીસે આ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી પુણે પોલીસને આપી દીધી છે, જેથી તેઓ પણ તપાસ કરી શકે છે.
તપાસનો ધમધમાટ શરૂ
મળતી માહિતી મુજબ, ધમકી આપનાર ફોન કરનારે પોતાનું નામ પનાયમ શિવાનંદ જણાવ્યું હતું. તેણે ફોન પર એમ પણ કહ્યું કે તે હૈદરાબાદમાં રહે છે. ધમકીનો કોલ કરનારે લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો હતો. પોલીસે આ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી પુણે પોલીસને આપી દીધી છે, જેથી તેઓ પણ તપાસ કરી શકે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ NIA મુંબઈ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન સાથે જોડાયેલી વ્યક્તિ મુંબઈમાં હુમલો કરશે. ત્યારથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એલર્ટ પર છે.
આ પણ વાંચો: BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ધર્મશાલામાં નહીં યોજાય
પોલીસે NIA દ્વારા મળેલી ધમકીની ઝડપથી તપાસ કરી અને જાણવા મળ્યું કે મેલ મોકલનારનું IP એડ્રેસ પાકિસ્તાનનું હતું. ગયા મહિને પણ આવો મેઈલ મોકલવામાં આવ્યો હતો. પોલીસને આમાં કોઈ તથ્ય મળ્યું નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT