બિહારમાં મળી શકે છે હજારો ટન સોનાનો ભંડાર, ભુસ્તરશાસ્ત્રીઓના ઉચ્ચ અધિકારીઓ કરે છે રાત દિવસ ખોદકામ

બિહાર: બાંકા જિલ્લામાં ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણની ટીમ પૃથ્વીની નીચે દટાયેલા સોનાના વિશાળ ભંડારને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 650 ફૂટ સુધી ખોદકામ…

gujarattak
follow google news

બિહાર: બાંકા જિલ્લામાં ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણની ટીમ પૃથ્વીની નીચે દટાયેલા સોનાના વિશાળ ભંડારને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 650 ફૂટ સુધી ખોદકામ કરવું પડે છે અને અત્યાર સુધીમાં 50 થી 60 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન માત્ર સોનેરી ચળકતા પત્થરો અથવા અન્ય કોઈ ખનિજ પદાર્થ બહાર આવે છે. શું બિહારની ધરતીમાં હજારો ટન સોનાનો ભંડાર છે? શું આ ગોલ્ડ રિઝર્વ બહાર આવ્યા બાદ બિહારની કિસ્મત બદલાશે? આ જાણવા માટે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પૃથ્વીની નીચે દટાયેલા સોનાના પુષ્કળ ભંડારની શોધમાં બિહારના બાંકા જિલ્લામાં પહોંચી છે.

છેલ્લા કેટલાક દિવસોથી બિહારના બાંકા જિલ્લાના કટોરિયા બ્લોક હેઠળના ખેરવાર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અહીં જમીનની નીચેથી કેટલાક તેજસ્વી અને સોનેરી પથ્થરો બહાર આવ્યા છે. જેને જોઈને આ ગામની જમીનની અંદર હજારો ટન સોનું દટાયેલું હોવાની આશંકા છે. જો આમ થાય તો ચોક્કસપણે આ વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. બાંકામાં સોનાના ભંડાર શોધવા માટે ખોદકામ શરૂ થયું. ભારત સરકારના જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમને આ અંગે માહિતી મળી. આ પછી, થોડા મહિના પહેલા તેણે સમગ્ર વિસ્તારનો હવાઈ સર્વે કરાવ્યો હતો.

આ વિસ્તારની જમીનની નીચે હજારો ટન સોનું હોવાની શક્યતા પણ જ્યારે તેમને મળી ત્યારે તેઓએ છેલ્લા 4-5 દિવસથી અહીં ખોદકામ શરૂ કર્યું હતું. 50 થી 60 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એન્જિનિયર કોલકાતાથી ખેરવાર ગામ પહોંચ્યા છે. અહીં તેઓ સતત ખોદકામ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 650 ફૂટ સુધી ખોદકામ કરવાનું હોય છે અને અત્યાર સુધીમાં 50 થી 60 ફૂટ સુધી ખોદકામ થઈ ચૂક્યું છે.અત્યાર સુધી ખોદકામ દરમિયાન જે પણ સોનેરી ચળકતો પથ્થર કે કોઈ ખનીજ સામગ્રી બહાર આવી રહી છે, તેને પણ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની અત્યાધુનિક લેબમાં આ પથ્થરોનું વૈજ્ઞાનિક રીતે પૃથ્થુકરણ કરવામાં આવશે. જેથી સમગ્ર મામલે દુધનું દુધ અને પાણીનું પાણી કરી શકાય. સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તેમને સોનાના અને ચમકદાર પથ્થરો મળ્યા છે, જે તેમને હીરા જેવા લાગે છે. ખેરવાર ગામના એક ગ્રામીકે કહ્યું, ‘અમારા ગામની જમીનની અંદર હજારો ટન સોનું હોઈ શકે છે. જો આમ થશે તો અમારા ગામનું ભાગ્ય બદલાઈ જશે.’ અંગ્રેજોના જમાનામાં પણ ગામમાં ખોદકામ થતું હતું. પરંતુ, તે સમય દરમિયાન અત્યાધુનિક મશીનોના અભાવે અંગ્રેજો બહુ ખોદકામ કરી શક્યા ન હતા. પરંતુ હવે અત્યાધુનિક મશીનોની હાજરી છે.જેથી આ વિસ્તારમાં ફરી એકવાર ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી જાણી શકાય કે જમીનની નીચે હજારો ટન સોનાનો ભંડાર છે કે કેમ.

    follow whatsapp