નવી દિલ્હી : ઇઝરાયેલના હુમલાથી ગાઝા પટ્ટીમાં કફોડી સ્થિતિ સર્જાઇ રહી છે. હમાસના અચાનક હુમલાથી ખફા ઇઝરાયલે હમાસની વિરુદ્ધ મોટા પ્રમાણમાં યુદ્ધનું રણશિંગુ ફૂંકી દીધું છે. બેન્જામિન નેતન્યાહૂની કેબિનેટ સચિવે બીજી તરફ હમાસને મોટો પડકાર ફેંક્યો છે.
ADVERTISEMENT
ઇઝરાયેલી કેબિનેટ મિનિસ્ટરે આપી ગંભીર ચેતવણી
ફિલિસ્તીનના આતંકવાદી સંગઠન હમાસની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના કેબિનેટ સચિવ યોસી ફુક્સે હમાસને ગંભીરને ચેતવણી આપી છે. ફુક્સે કહ્યું કે, પહેલા ગાઝા યુદ્ધને અંતિમ ગાઝા યુદ્ધ બનાવવાની યોજના છે. શનિવારે હમાસે ગાઝા પટ્ટીથી ઇઝરાયેલ પર અચાનકથી રોકેટ હુમલો શરૂ કરી દીધો અને જોત જોતામાં હજારો રોકેટ ઇઝરાયેલ પર વરસવા લાગ્યો હતો. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે ગાઝા પટ્ટી પર પણ ગોળીબાર શરૂ કરી દીધી.
ઇઝરાયેલ હવે આર પારની લડાઇ લડવાના મુડમાં
ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે પહેલા પણ અનેક હિંસક ઘર્ષણો થયા છે પરંતુ ફુક્સ બંન્ને પક્ષો વચ્ચે લડાઇના એક અલગ જ સંકેત આપી રહ્યું છે. એવું એટલા માટે કારણ કે ઇઝરાયેલી પહેલા ક્યારે પણ અધિકારીક રીતે ગાઝા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત નહોતી કરી જેવું હવે થઇ રહ્યું છે.
ફુક્સે એક્સ પર ટ્વીટ કરીને ચેતવણી ઉચ્ચારી
ફુક્સે એક્સ પર કરેલા એક ટ્વીટમાં લખ્યું કે, એક અલગ પ્રમાણના સકેત આપી રહ્યા છે. એવું એટલા માટે કારણ કે ઇઝરાયે પહેલા ક્યારે પણ અધિકારીક રીતે ગાઝા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત નહોતી કરી જેવું કે હવે કરી દીધું છે.
હવે આરપારની લડાઇમાં કોઇ એક જ પક્ષ જીતશે
ફુક્સે એક્સ પર કરેલા એક ટ્વિટમાં લખ્યું કે, 11 સપ્ટેમ્બર (9-11,2001 માં અમેરિકા પર અલકાયદાનો હુમલો) એક દિવસ બાદ પોતાના દાદાજીને મળવા પહોંચ્યો હતો. ત્યારે તેઓ 96 વર્ષના હતા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે પહેલીવાર હતું જ્યારે તેઓ મને જોઇને હસ્યા નહોતા. તેમણે અખબાર હટાવીને મારી તરપ જોયું અને મને કહ્યું કે, જો અલકાયદા આ પ્રકારના હુમલા કરી શકે છે તો તેઓ સમગ્ર વિશ્વ પર પણ કબ્જો કરી શકે છે. ત્યારે મે તેમને શાંત કરતા કહ્યું હતું કે, આ એક ચેતવણી છે અને આતંકવાદને હરાવાશે.
ADVERTISEMENT