અમદાવાદ: ગુજરાતનું રાજકારણએ દેશની રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે. ગુજરાતે અનેક નેતાઓ દેશને આપ્યા છે અને નવા રાજકીય પ્રયોગો પણ ગુજરાતમાં સતત થતા હોય છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી પદ્દ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ ગુજરાતમાં કોઈ એ ના વિચાર્યું હોઈ તેવા નામ સાથે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ સાથે રૂપાણી સરકારના એક પણ મંત્રીને રિપીટ કરવામાં આવ્યા ન હતા. જેમાં એક એવા પણ નેતા છે જેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ખુબ અલગ રીતે કરી હતી અને વિદ્યાર્થી જીવનથી આજ સુધી 20 વર્ષમાં ફક્ત એક ચૂંટણી હાર્યા છે.
ADVERTISEMENT
જયેશ રાદડિયાને રૂપાણી સરકારમાં અન્ન અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને ભુપેન્દ્ર સરકારમાં પડતા મુકવામાં આવ્યા છે. જ્યારથી જયેશ રાદડિયાને મંત્રી પદ્દ પરથી પડતા મુકવામાં આવ્યા ત્યાર બાદ સતત વિવાદમાં જ રહ્યા છે. ભાજપના જ નેતા એ જિલ્લા બેન્કમાં પ્યુનની ભરતીમાં જયેશ રાદડિયાએ કૌભાંડ કાર્ય હોવાના આરોપ લગાવ્યા હતા. આ સાથે જ રાજકોટ જિલ્લાના યાર્ડની ચૂંટણીઓમાં જૂથવાદ સામે આવ્યો હતો.
જયેશ રાદડિયાની રાજકીય સફર
જયેશ રાદડિયા વિદ્યાર્થી સંગઠનને જ રાજકારણનું પ્રથમ પગથિયું બનાવ્યું હતું વર્ષ 1998માં વડોદરા એમ એસ યુનિવર્સીટીમાં અભ્યાસ માટે ગયા અને તે જ વર્ષે એબીવીપીમાં જોડાયા. જો કે તેમના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમયે ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી માંથી ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2000માં એમ એસ યુનિવર્સીટી માંથી ફેક્લટી જીએસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જયેશ રાદડિયાએ સક્રિય રાજકારણમાં વર્ષ 2007માં પ્રથમ પગથિયું માંડ્યું રાજકોટ બેઠક પરથી જયેશ રાદડિયા પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા જોકે આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ 2009માં પહેલું ડગલું માંડ્યું. લોકસભાની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો વિજય થતા ધોરાજી વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
2012માં પ્રથમ વખત બન્યા ધારાસભ્ય
વર્ષ 2012માં જેતપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ભાજપના નેતા ડૉ ભરત બોઘરાને હરાવી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા અને ચૂંટાઈ આવ્યા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રવાસન અને ઉડ્ડયન વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા. 2014માં આનંદીબેન પટેલની સરકારમાં પણ રાજ્યકક્ષાના ઉડ્ડયન ખાતું સોંપવામાં આવ્યું. વર્ષ 2016માં વિજયભાઈ રૂપાણીની સરકારમાં નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. પોતાની રાજકીય કારકિર્દીમાં બેક લીધા વગર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને ફરી ચૂંટાઈ આવ્યા હતા અને ફરી નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ મંત્રી પદ્દ પરથી જયેશ રાદડિયાને પડતા મુકવામાં આવ્યા હતા.
જયેશ રાદડિયાનું પાટીદાર સમાજ પર પણ પ્રભુત્વ છે આ સાથે સહકારી ક્ષેત્રે પણ સારી નામના ધરાવે છે. ભાજપ માટે જેતપુરની બેઠક આગામી વિધાનસભમાં જીતવા જયેશ રાદડિયાને રિપીટ કરશે કે મંત્રી મંડળમાં પડતા મુક્યા તેમ ટિકિટમાં પણ પડતા મુકવામાં આવે તો ભાજપ માટે કપરા ચડાણ છે.
ભરતી કૌભાંડમાં નામ ચર્ચામાં છે
વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી રાજકોટના સહકારી જગતનો જૂથવાદ ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને તેમાં જયેશ રાદડિયા પર રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન હતા હવે હરીફ જૂથ કોર્ટના શરણે ગયું. નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે.
ભાજપના જ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્યુનની ભરતમાં કૌભાંડ આચર્યુ હોવાના આરોપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરવામાં આવી હતી. 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું છે.
જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રે પણ સતત આગળ વધી રહ્યા છે. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા બેંક સહીત રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સતત સક્રિય જોવા મળે છે. જયેશ રાદડિયા પોતાના પિતાના પગલે રાજકારણમાં આવ્યા તેમ ન કહી શકાય પરંતુ ધારાસભ્ય બનવામાં તેમના પિતાના આશીર્વાદ ચોક્કસ ગણી શકાય છે
મારાથી સારો ધારાસભ્ય મળે ત્યારે નીચે બેસવાની તૈયારી
ધારાસભ્ય જયેશ રાદડિયાએ નેતૃત્વ અંગે એક જાહેર સભામાં કહ્યું કે, રાજનીતિમાં મારાથી વિશેષ ધારાસભ્ય તમને જેતપુર જામકંડોરણામાં મળે ત્યારે મને ના પાડી દેજો . નીચે બેસવાની તૈયારી છે મારી. ત્યારે કહીશ બીજાને તક આપો મારે નથી લડવી ચૂંટણી. અમે પરિવારનો સબંધ નિભાવવાના પ્રયાસ કર્યા છે. 2017ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઈ બીમાર હતા. મારા માટે અનેક મુશ્કેલી અહી કામ કરતી હતી. એક વખત આ કુટુંબને પાડી દ્યો તો અહીથી રાજકારણ પૂરું થાય. આવા કેટલાય પ્રયત્નો કરતાં હતા. 2017 મને જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી છે.
ADVERTISEMENT