નવી દિલ્હી : યુપીના ગાઝીયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આધેડ ઉંમરના વ્યક્તિને ઢોર માર માર્યો હતો. એટલું જ નહી બુટથી છાતી પર ઘા માર્યા હતા. ઘટનાનો વીડિયોવાયરલ થતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પોલીસ કોન્સ્ટેબલની આ કરતુતની નોંધ લેતા તેની સામે કેસ દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગાઝિયાબાદના કપુરીપુરમમાં સ્વતંત્રતા દિવસ પર આરોપી પોલીસ કર્મચારીએ એક વ્યક્તિને ખુબ જ ક્રુરતા પુર્વક ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે હવે યુપી પોલીસ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
ADVERTISEMENT
પોલીસ કર્મચારી રિંકુ સિંહ રાજૈરાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
વાયરલ વીડિયોમાં પોલીસ કર્મચારી રિંકુ સિંહ રાજૈરા મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં તહેનાત છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, યુનિફોર્મમાં સજ્જ એક પોલીસ કર્મચારી જમીન પર પડી ગયેલા એક વ્યક્તિને નિર્દયતાથી માર ઢોર માર મારી રહ્યો છે. ક્યારેક તમાચો મારે છે તો ક્યારેક ચહેરા પર બુટ મુકીને માર મારે છે. અનેક વખત છાતીમાં લાતો મારતો પણ જોઇ શકાય છે. આસપાસ લોકો તેને રોકી પણ નથી રહ્યા. માર મારવાના કારણે વ્યક્તિ બેભાન થઇ જાય છે.
તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે, આ વીડિયો મંગળવારે સામે આવ્યો હતો. જેની નોંધ પણ લીધી છે. રાજૌરાને તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. તેણે પોલીસનો સંપર્ક કર્યો નથી. તેથી જ અમે જાતે ફરિયાદ દાખલ કરી છે. રાજવીર વિરુદ્ધ કવિ નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 323 અને 506 હેઠળ કેસ નોંધાયો છે. કવિનગર પોલીસ સ્ટેશનના SI અશોક કુમારે ફરિયાદ દાખલ કરાવી છે.
ADVERTISEMENT