નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઇ રહી છે ત્યારે ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતની કમાન સાંભળીને રાખી છે. ગુજરાતમાં વર્ષ 1995થી ભાજપ સત્તા પર છે. ગુજરાતને રાજકારણની ટેસ્ટિંગ લેબ પણ ગણવામાં આવે છે અને ગુજરાતને મોડલ તરીકે આગળ કરી અને મુખ્યમંત્રી થી વડાપ્રધાન સુધીની સફર નરેન્દ્ર મોદીએ ખેડી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ થી ભાજપની બેઠકોમાં ઓટ આવી છે. આવનાર ચૂંટણી માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલ ગુજરાતની તમામ બેઠક કબજે કરવાની વાત કરી રહ્યા છે ત્યારે વર્ષ 2017માં પણ ગુજરાતમાં ભાજપે 150 બેઠકનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ભાજપ 100નો આંકડો પણ ચૂંકી હતી.આજે પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઇ વાળાએ પણ આજે આ બાબતે નિવેદન આપ્યું છે. 182 બેઠક જીતવાના પાટિલના લક્ષ્યાંકને વજુભાઈ વાળાએ નરોવા કુંજરોવા જવાબ આપ્યો છે. વજુભાઈ વાળાએ કહ્યું કે 182 સીટ જીતવી શક્ય નથી પરંતુ કાર્યકર્તા મહેનત કરે તો શક્ય છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વર્ષ 2017માં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ભાજપ માટે માથાનો દુખાવો બન્યા હતા જોકે આ વર્ષે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપના રંગે રંગાઈ ચૂક્યા છે તો બીજી તરફ ભાજપને આ ચુંટણીમાં અનેક પડ્કારોનો સામનો કરવો પડશે. યુવાનો રોજગારી મામલે નારાજ છે તો મહિલાઓ વધતી મોંઘવારીથી નારાજ છે, વેપારી વર્ગ આકરા GSTથી નારાજ છે ત્યારે વિવિધ નારાજગી વચ્ચે ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા માટે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે આપેલા લક્ષ્યાંકને ધ્યાને લઈ ભાજપ ગુજરાતમાં મેદાને ઉતર્યા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તથા ભાજપનો ત્રિપંખીઓ જંગ ગુજરાતની ચૂંટણીના મેદાનમાં જોવા મળશે.
ભાજપના પડકારો
મોંઘવારી
દેશમાં વધતી જતી મોંઘવારી અસર ભલે ત્યારે લોકોના ઘર પર પડી રહી પરંતુ આ અસર આગમી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોંઘવારી મુદ્દે જવાબ આપવા પડશે. વધતાં જતાં રાંધણ ગેસના ભાવ, વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવ, શાકભાજીથી લઈ દૂધ સુથી તમામના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વર્ષના અંતે યોજવા જઈ રહેલ વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર જોવા મળશે.
પેપર લીક
યુવાનો દેશનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે હવે ગુજરાતના યુવાનો પોતાનું ભવિષ્ય બનાવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે ત્યારે આ પેપર સાથે અનેક યુવાનોના જોડાયેલા હોય છે. અને આ યુવાનોના સપના વારંવાર રોળાયા છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 8 પેપર લીક થયા છે
મુખ્ય સેવિકા: 2018
પોલીસ લોકરક્ષક દળ: 2018
નાયબ ચિટનીસ: 2018
શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
બિનસચિવાલય ક્લાર્ક: 2019
DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021
સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021
બેરોજગારી
રાજ્યમાં યુવાનોનો પેપર લીક બાદ જ્યારે અન્ય કોઈ મોટો મુદ્દો હોય તો તે છે બેરોજગારી. યુવાનો શિક્ષિતતો છે પરંતુ યુવાનોને રોજગારી માટે વલખાં મારવા પડી રહ્યા છે. લોકસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 8 વર્ષમાં 7.22 લાખ લોકોને નોકરી આપવામાં આવી છે ત્યારે નોકરી માટે અરજદારોની સંખ્યા 300 ગણી વધારે છે ત્યારે યુવાનોની બેરોજગારી મુદ્દે અનુમાન લગાવી શકાય.
આમ આદમી પાર્ટી:
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને પૂરી તૈયારી સાથે ઉતરી છે ત્યારે ભલે ભાજપ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને પોતાનું હરીફ નથી માનતું પરંતુ સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પરાક્રમ કોઈ પક્ષ ભૂલયુ નથી. આ સાથે દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે ત્યારે ભાજપ માટે આમ આદમી પાર્ટી પણ પડકાર રૂપ સાબિત થશે.
પડતાં મુકેલ મંત્રી:
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આખે આખી સરકાર ભાજપે બદલી નાખી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દીધું અને તેના મંત્રી મંડળના એક પણ ચહેરાને રિપીટ કરવામાં આવ્યો નથી. મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર નેતા પોતાના વિસ્તાર કે સમાજમાં પણ બહેલું નામ ધરાવતા હતા. પૂર્વ મુખ્યમંત્રી રુપાણી સહિત જયેશ રાદડિયા પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી ચૂક્યા છે. બીજી તરફ કુંવર્જી બાવળિયાને પડતાં મૂકવામાં આવે તેવી વાત સામે બાવળિયાએ સ્પસ્ટ પેન કહી દીધું છે કે હું ચૂંટણી લડીશ. આમ વિજય રૂપાણીની સરકારમાં પડતાં મૂકવામાં આવેલા મંત્રી પણ ભજપ માટે આવનાર ચૂંટણીમાં પડકારરૂપ સાબિત થઈ શકે છે.
પક્ષ પલટો કરેલા નેતા:
ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટાની સિઝન આવે છે ત્યારે ભાજપના જૂના જોગીઓને ભાજપ ટિકિટ ન આપે અને આયાતું ઉમેદવારને ટિકિટ આપે છે આવા સંજોગોમાં ભાજપ માટે આગમી સમયમાં નારાજગીનો દોર પણ શરૂ થઈ શકે છે. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાના કેસમાં નારાજગી થવાની પૂરે પૂરી સંભાવના છે.
ADVERTISEMENT