અમેઠી : કટેહેટી ગામમાં બનેલા જાહેર શૌચાલયમાં ચાર-પાંચ સીટ એક સાથે લગાવવામાં આવી છે. જેની વચ્ચે કોઇ પણ પ્રકારની દિવાલ કે દરવાજા નથી. ગામના સરપંચનું કહેવું છે કે, મારા કાર્યાલય દ્વારા તેનુ નિર્માણ નથી કરાવવામાં આવ્યું. બીજી તરફ પંચાયત અધિકારીએ જણાવ્યું કે, નાના બાળકો માટે આ શૌચાલયનું નિર્માણ કરાવાયું છે.
ADVERTISEMENT
કટેહેડી ગામ અચાનક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયો
ઉત્તરપ્રદેશના જનપદ અમેઠીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અહીં જાહેર શૌચાલયમાં દરવાજા અને દિવાર વગર જ શૌચાલય બનાવી દેવાયું છે. જેમાં એક હોલમાં ચાર પાંચ શૌચાલયની સીટો સળંગ લગાવી દેવાઇ છે. વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપ નેતા અને અમેઠી સાંસદ સ્મૃતિ ઇરાની પર નિશાન સાધ્યું છે. બીજી તરફ આ મામલે અધિકારીઓએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, આવુ શૌચાલક બાળકો માટે બનાવવામાં આવ્યું છે.
મામલો વિધાનસભાના કટેહેડી ગામનો છે
મામલો જનપદના જગદીશપુર વિધાનસભાના કટેહેડી ગામનો છે. અહીં સામુદાયિક શૌચાલયમાં ચાર સીટો નજીક નજીકમાં લગાવાઇ છે. જેની વચ્ચે દિવાલ નથી અને ગેટ પણ નથી. આ શૌચાલયનો વીડિયો બનાવવામાં આવ્યો અને શોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો. આ શૌચાલયના વીડિયો અંગે પ્રકાર પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ આ વીડિયોને યુપી કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા અમેઠી સાંસદ ભાજપ નેતા સ્મૃતિ ઇરાની પર નિશાન સાધ્યું છે.
યુપી કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પર સાધ્યું નિશાન
કોંગ્રેસે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “અમેઠીમાં બનેલા આ જાહેર શૌચાલયને વિશ્વનો આઠમી અજાયબી જાહેર કરી દેવામાં આવે તો કેવું રહેશે… જુઓ! અહીં પાંચ સીટો બિછાવાઇ છે અને તેની વચ્ચે કોઇ જ દિવાલ નથી. આ એવી વાત છે જે પ્રકારે કોઇ હોલમાં પાંચ ખાટલા પડ્યા હોય. હવે ભાઇ આ બની છે એક્સીડેન્ટલ સાંસદ મહોદયા મહારાની મેડમના ક્ષેત્રમાં ફરીથી કંઇક અલગ થાય તે તો જરૂરી જ છે. જો કે સમજવાની વાત છે કે, પૈસા તો તમામ દિવાલોના ચુકવાયા હશે પરંતુ તેને કોણ ખાઇ ગયા? કોન્ટ્રાક્ટર, અધિકારી, મંત્રી કે પછી બધા જ સાથે મળીને થોડુ થોડું”
ADVERTISEMENT