લખનઉ : ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ત્રણેય હુમલાખોર સની, લવલેશ અને અરૂણ મોર્યને કસ્ટડીમાં લઇ લીધા છે. તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલાખોર પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા. ઘટના સ્થળ પર રાહ જોઇ બેઠા હતા. ઘટના સ્થળ પર પહેલાથી રાહ જોઇ રહેલા હુમલાખોરોએ બંન્ને બહાર આવતાની સાથે જ વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૂવમેંટ કાલથી થઇ રહ્યું હતું. આજે અતીક અને તેના ભાઇ ભાઇને જંગલોમાંથી પિસ્તોલો મળી આવ્યા બાદ મેડિકલ કોલેજ લાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ તત્કાલ ઉચ્ચ સ્તરી બેઠકનું આયોજન કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અતીકની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. બે દિવસ પહેલા જ અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામનો ઝાંસીમાં એન્કાઉન્ટરમાં થયું હતું. પોલીસે જણાવ્યું કે, અસદ અને તેની ગેંગ અતીકને છોડાવવાનો પ્લાન બનાવી રહ્યા હતા. અતીક અને તેના ભાઇ અશરની હત્યા બાદ વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ચુક્યો છે. ઘટના સ્થળ પર ફોરેન્સીકની ટીમ પહોંચી ચુકી છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નારાજ છે. તેમણે અધિકારીઓને તત્કાલ મળવા માટે બોલાવવામાં આવ્યા છે.
ઘટનાબાદ દેશમાં ચકચાર મચી ગઇ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં હાલ દેશમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે બનેલા હાઇવોલ્ટેજ ઘટનાને કારણે પોલીસ પણ આશ્ચર્યજનક સ્થિતિમાં છે. પોલીસ જવાન પણ એક ઘાયલ થયો છે. આ ઉપરાંત એક પત્રકાર પણ સમગ્ર ઘટનાક્રમમાં ઘાયલ થયા છે. સતત ફાયરિંગના સમયે હાજર એક પત્રકાર ઘેરાઇ ચુક્યો હતો. જેના કારણે તેને પણ એક ગોળી વાગી હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT