IPL 2024ની સિઝન જ્યારે મે મહિનાના છેલ્લા સપ્તાહમાં સમાપ્ત થશે, ત્યારે ભારતના 6 અને એક વિદેશી ખેલાડીનું કરિયર પણ લગભગ ખતમ થઈ જશે. તેમાં એમ.એસ ધોની, દિનેશ કાર્તિક, શિખર ધવન, ફાફ ડુપ્લેસીસ, પીયૂષ ચાવલા, રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રાનું નામ સામેલ છે.
ADVERTISEMENT
ધોનીની હોઈ શકે છે આ છેલ્લી સિઝન
માહી માર રહા હૈ...આ લાઈન IPLમાં આપણે 17 વર્ષોથી સતત સાંભળતા આવી રહ્યા છીએ. જોકે, આવતા વર્ષે કદાચ આ સાંભળવા નહીં મળે, કારણ કે જુલાઈમાં 43 વર્ષના થઈ રહેલા એમ.એસ ધોની ( M.S Dhoni)ની IPLની આ છેલ્લી સિઝન હોઈ શકે છે, આ અંગેની જાહેરાત તેઓ ગત વર્ષે જ કરી ચૂક્યા છે.
દિનેશ કાર્તિકની પણ છેલ્લી સિઝન!
દિનેશ કાર્તિક પણ IPL 2024 બાદ આઈપીએલમાં જોવા નહીં મળે. તેમને લઈને રિપોર્ટ પહેલા જ આવી ચૂક્યો છે કે તેમની આ આઈપીએલ (IPL 2024)ની છેલ્લી સિઝન છે. જોકે, તેઓ સતત દમદાર પ્રદર્શન કરી રહ્યા છે.જો તેમનું ભારતીય ટીમમાં સિલેક્શન નહીં થાય, તો પછી તેઓ IPL 2025માં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
શિખર ધવન પણ થઈ શકે છે બહાર
ગબ્બરના નામથી જાણીતા ઓપનર શિખર ધવન માટે પણ આ છેલ્લી સિઝન હોવાની પૂરે પૂરી સંભાવના છે. તેમની ફિટનેસ, ઉંમર અને પરફોર્મન્સ સતત ખરાબ થતું જઈ રહ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે જો આવતા વર્ષે મેગા ઓક્શન થશે તો ભાગ્યે જ કોઈ તેમને ખરીદશે. તેઓ ટીમ ઈન્ડિયાની સ્કિમ ઓફ થિંગ્સમાંથી બહાર છે અને ઘરેલું ક્રિકેટ પણ નથી રમતા.
40 વર્ષને વટાવી જશે ફાફ ડુપ્લેસીસની ઉંમર
ફાફ ડુપ્લેસિસ છેલ્લા ત્રણ વર્ષથી RCBના કેપ્ટન છે, પરંતુ તેમનું પ્રદર્શન આ વર્ષે ખાસ રહ્યું નથી. ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી નથી, જ્યારે તેમની ઉંમર થોડા મહિનાઓમાં 40 વર્ષને વટાવી જશે. આ કારણે મેગા ઓક્શન પહેલા કાં તો તેઓ રિટાયરમેન્ટનું એલાન કરી શકે છે, નહીં તો એક્શનમાં અનસોલ્ડ રહી શકે છે.
પિયુષ ચાવલાની ગુગલી થઈ રહી છે ફેલ
પિયુષ ચાવલા માત્ર 35 વર્ષના છે, પરંતુ તેમની ખરાબ ફિટનેસ અને બોલિંગના પ્રદર્શનમાં ઘટાડો થવાને કારણે તેઓ IPL 2024 પછી આ ટૂર્નામેન્ટમાં કદાચ જોવા નહીં મળે. મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે તેમને કેટલીક તકો આપી છે, પરંતુ તેઓ ખરા ઉતર્યા નથી. તેમની ગુગલી ફેલ થઈ રહી છે.
લિસ્ટમાં રિદ્ધિમાન સાહાનું પણ નામ
દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા પણ આગામી IPL સુધીમાં 40ને પાર કરી ગયા હશે. તેમનું પ્રદર્શન ઘટી રહ્યું છે અને યુવા વિકેટકીપરોની ફોજ ભારતમાં ઊભી થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આવનારા યુવાનોને તક આપવા માટે તેમણે બહાર થવું પડશે. આ કારણે IPL 2024 તેની છેલ્લી સિઝન હશે.
કોમેન્ટ્રી કરી શકે છે અમિત મિશ્રા
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને કારણે અમિત મિશ્રાને લખનઉ સુપર જાયન્ટ્સમાં કેટલીક તકો મળી, પરંતુ આઈપીએલ 2024માં તેમણે નિરાશ કર્યા છે. આ સિવાય યુવા સ્પિનરો આવી ગયા છે, તેથી હવે અમિત મિશ્રાને આગામી સિઝનમાંથી બહાર બેસવું પડશે. તેઓ કોમેન્ટ્રી પણ કરી ચૂક્યા છે, તેથી તેમાં આગળ વધશે.
ADVERTISEMENT