2024 માં વિશ્વમાં બનશે આ 4 મોટી ઘટના, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ખુબ જ ડરામણી

nostradamus predictions 2024: નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ કલાકોનો સમય બાકી છે. વર્ષ 2024 બસ ટુંક જ સમયમાં આવશે. નાસ્ત્રેદમસ વર્ષ 2024 માટે…

These 4 big events will happen in the world in 2024, the prophecy of Nostradamus is very scary

These 4 big events will happen in the world in 2024, the prophecy of Nostradamus is very scary

follow google news

nostradamus predictions 2024: નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ કલાકોનો સમય બાકી છે. વર્ષ 2024 બસ ટુંક જ સમયમાં આવશે. નાસ્ત્રેદમસ વર્ષ 2024 માટે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. તેની ગત્ત અનેક ભવિષ્યવાણીઓ પણ સાચી પડી ચુકી છે.

નવા વર્ષ તમારુ તો ઠીક પરંતુ માનવતા માટે કેવું રહેશે?

નવું વર્ષ બસ પુર્ણ થવાનું છે અને નવું વર્ષ ચાલુ થવાનું છે. આ નવા વર્ષ માટે નાસ્ત્રેદમસે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. તેની ગત્ત અનેક ભવિષ્યવાણીઓ સાચી થઇ છે. નાસ્ત્રેદમસની વાત કરીએ તો તેઓ 16 મી સદીના ફ્રાંસીસી ભવિષ્યવક્તા, દાર્શનિક, ચિકિત્સક અને ઔષધશાસ્ત્રી હતા. તેનું સાચુનામ મિશેલ ડી નાસ્ત્રેદમસ હતું.

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં કરી છે ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં અનેક એવી વાતો લખી જેને ભવિષ્યવાણી કહેવામાં આવે છે. જેમાં 942 કાવ્યાત્મક છંદ છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. જેમાં જર્મનીના હિટલરનો ઉદય, અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની હત્યા અને પોપ ફ્રાંસિસના આગમનનો પણ સમાવેસ થાય છે. 2024 અંગે તેમણે શું ભવિષ્યવાણી કરી તે અંગે જાણીએ.

યુદ્ધ કરશે ચીન

નાસ્ત્રેદમસે લડાઇ અને નૌસૈનિક યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે, લાલ શત્રુ ભયથી પીળો પડી જશે અને વિશાળ મહાસાગરને ભયભીત કરી દેશે. કેટલાક લોકોનું માનવું છે કે, લાલ રંગનો અર્થ ચીન સાથે અને તેના ઝંડા સાથે છે. બીજી તરફ નૌસૈનિક યુદ્ધનો અર્થ તાઇવાન દ્વીપની સાથે ચીનનો તણાવ હોઇ શકે છે.

વાતાવરણની અસ્થિરતા

નાસ્ત્રેદમસે ખરાબ હવામાનની ઘટનાઓ અને વિશ્વ સ્તર પર ભુખમરાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે, મહામારીની લહેરના કારણે ખુબ જ મોટો દુષ્કાળ પડશે.

પોપફ્રાંસિસના સ્થળે કોઇ અન્ય

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે, પોપ ફ્રાંસિસનું સ્થાન કોઇ બીજુ લેશે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું એક ખુબ જ વૃદ્ધ પોંટિકના મૃત્યુ બાદ ઓછી ઉંમરનો એક રોમન પસંદગી પામશે, તે લાંબા સમય સુધી ગાદી પર બેસશે. પોતાના 87 માં જન્મદિવસથી થોડા દિવસ પહેલા પોપ ફ્રાંસિસીની તબીયત ખરાબ થઇ ગઇ હતી. પહેલા ફ્લુના કારણે ફેફસામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમને સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ વોર્મિંગ સમ્મેલન છોડવું પડ્યું હતું.

    follow whatsapp