નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જાતિવાદ મુદ્દે ખુબ જ મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું કે, આપણા સમાજની વહેંચણીનો ફાયદો અન્ય લોકો ઉઠાવી રહ્યા છે. જાતીવાદનો ફાયદો ઉઠાવીને આપણા પર આક્રમણ થયું અને બહારના લોકો હજારો વર્ષો સુધી આપણો ફાયદો ઉઠાવ્યો. હિન્દુ સમાજ દેશમાં નષ્ટ હોવાનો ભય દેખાઇ રહ્યો છે? આ વાત તમને કોઇ બ્રાહ્મણ નહી કહી શકે, તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે પણ જવાબદારી હોય છે. જ્યારે દરેક કામ સમાજ માટે છે તો કોઇ ઉંચું, કોઇ નીચુ, અથવા કોઇ અલગ કઇ રીતે હોઇ શકે?
ADVERTISEMENT
ભગવાન સામે તમામ લોકો એક સમાન છે
ભગવાને હંમેશા કહ્યું છે કે, મારા માટે તમામ લોકો એક સમાન છે. તેમાં કોઇ જાતિ વર્ણ નથી. જો કે પંડિતોએ આ શ્રેણી બનાવી, જે ખોટું હતું. દેશમાં વિવેક અને ચેતના બધુ એક છે. તેમાં કોઇ જ અંતર નથી. બસ વિચારો અલગ અલગ છે. ધર્મને આપણે બદલવાના પ્રયાસો નથી કર્યા.બદલતા તો ધર્મ છોડી દો. એવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે, પરિસ્થિતિને કઇ રીતે બદલો, આ જણાવવાનું છે.
પંડિતોએ શ્રેણી બનાવી છે, ભગવાન માટે એક સમાન
સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સુરદાસ ઉંચા હતા એટલા માટે જ સંત શિરોમણી હતા. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણ સામે ભલે જીતી ન શક્યા હોય, પરંતુ તેઓ લોકોના હૃદયને સ્પર્શી ગયા. પહેલા સત્ય, કરુણા, અંતર પવિત્ર, સતત પરિશ્રમ અને ચેષ્ટા આ 4 મંત્ર સંત રોહિદાસે સમાજને આપ્યા. સંત રોહિદાસે કહ્યું કે, ધર્મ અનુસાર કર્મ કરો. સમગ્ર સમાજને જોડો, સમાજના ઉન્નતી માટે કામ કરવું તે જ ધર્મ છે. આ તેમણે જણાવ્યું કે, માત્ર પોતાના જ વિશે વિચારવું અને પેટ ભરવું ધર્મ નથી.
ADVERTISEMENT