અમદાવાદ : ભાજપ દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભા ચૂંટણીની આનુષાંગીક તૈયારીઓના ભાગરૂપે મંત્રીમંડળમાં પણ મોટા પ્રમાણમાં ફેરફાર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ગુજરાતના અનેક મંત્રીઓની પણ ટિકિટ કપાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જો કે ભાજપના ઉચ્ચ પદસ્થ સુત્રો પાસેથી GUJARAT TAK ને મળેલી માહિતી અનુસાર ગુજરાતની આગામી લોકસભા ચૂંટણીમાં ખુબ જ મોટો ફેરફાર થાય તેવી શક્યતા છે. ગુજરાત લોકસભામાં ભાજપ સરકાર નો રિપિટ થિયરી સાથે આગળ વધે તેવી શક્યતા છે. સી.આર પાટીલ દ્વારા વિધાનસભા ચૂંટણી સમયે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં 60 વર્ષથી વધારેની ઉંમરના અથવા 3 ટર્મથી વધારે ધારાસભા લડી ચુકેલા ધારાસભ્યોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને સ્થાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પાટિલના આ નિર્ણયનો પ્રાથમિક રીતે તો ભારે નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે ભાજપે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરતા 156 સીટ પ્રાપ્ત કરી હતી. આટલી સીટો ભાજપ નરેન્દ્ર મોદીના શાસનમાં પણ મેળવી શકી નહોતી. જો કે હવે આ જ થિયરી સી.આર પાટીલ પર ભારે પડે તેવી શક્યતા છે.
દિલ્હીમાં ભાજપના ઉચ્ચ પદસ્થ સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ નો રિપિટ થિયરી સાથે આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાત લોકસભાની તમામ 26 સીટો પર ભાજપ નો રિપિટ થિયરી હેઠળ નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. ગાંધીનગરની અમિત શાહ અને જમાનગરની પુનમ માડમની સીટને બાદ કરતા તમામ 24 સીટો પર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.
જો આ થિયરી સાચે જ લાગુ કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ સહીત અનેક ચહેરાઓ કપાઇ જાય તેવી શક્યતા છે. હાલ આ અંગેની રણનીતિ પર ચર્ચા કરવા માટે PMO ખાતે બેઠક પણ ચાલી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ થિયરી અંતર્ગત તમામ 24 સીટો પર નવા ચહેરા ઉતારવામાં આવે તો મુખ્યત્વે જે દિગ્ગજ ચહેરા કપાય તેમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત અનેક મોટા માથા કપાય તેવી શક્યતા છે.
ગુજરાતના સાંસદોની યાદી
નવસારી – સી.આર પાટીલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
કચ્છ – વિનોદ ચાવડા
જુનાગઢ – રાજેશ ચુડાસમા
પાટણ – ભરતસિંહ ડાભી
સુરત – દર્શના જરદોશ
અમદાવાદ પશ્ચિમ – કિરિટ સોલંકી
સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંઝપુરા
ભાવનગર – ભારતીબેન શિયાળ
વલસાડ – કે.સી પટેલ
દાહોદ – જસવંતસિંહ ભાભોર
અમરેલી – નારણ કાછડીયા
રાજકોટ – મોહન કુંડારિયા
ભરૂચ – મનસુખ વસાવા
બનાસકાંઠા – પરબત પટેલ
બારડોલી- પ્રભુ વસાવા
અમદાવાદ પુર્વ – હસમુખ પટેલ
આણંદ – મિતેશ પટેલ
પોરબંદર – રામભાઇ ધડુક
વડોદરા – રંજના ભટ્ટ
પંચમહાલ- રતનસિંહ રાઠોડ
સાબરકાંઠા – દિપસિંહ રાઠોડ
છોટા ઉદેપુર – ગીતા રાઠવા
મહેસાણા – શારદા પટેલ
રિપિટ થાય તેવી શક્યતા
ગાંધીનગર – અમિત શાહ
જામનગર – પુનમ માડમ
ADVERTISEMENT