નોએડાના વિદ્યાર્થીની હરકતથી હડકંપ, અડધી રાત્રે અમેરિકાથી આવ્યો કોલ અને પોલીસ દોડતી થઇ

Facebook HQ Phone : નોએડાના (NOIDA) યુવકે લાઇવ વીડિયો બનાવીને ફેસબુક (Facebook) પર અપલોડ કરી દીધો. આ વીડિયોમાં યુવક મચ્છ મારવાની દવા પીતો દેખાય છે.…

Young man in Noida

Young man in Noida

follow google news

Facebook HQ Phone : નોએડાના (NOIDA) યુવકે લાઇવ વીડિયો બનાવીને ફેસબુક (Facebook) પર અપલોડ કરી દીધો. આ વીડિયોમાં યુવક મચ્છ મારવાની દવા પીતો દેખાય છે. ત્યાર બાદ અમેરિકામાં (America)ફેસબુકની ઓફીસ પાસેથી તેની માહિતી ભારત સરકારને (Indian Government) આપવામાં આવી. ત્યાંથી યુપી સરકાર અને ફરી નોએડા પોલીસ કમિશ્નરેટને (Noida Police Commissionerate)આપવામાં આવી. માહિતી મળતાની સાથે જ પોલીસે હડકંપ મચી ગયો હતો.

યુવકના લોકેશન સુધી પહોંચી પોલીસ
તત્કાલ પોલીસની ટીમ યુવકના આઇપી એડ્રેસ દ્વારા તેના લોકેશન સુધી પહોંચી ગઇ હતી. યુવકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ તપાસ કરાવવામાં આવી. ત્યારબાદ માફઈનામું લખાવીને તેને છોડી દેવામાં આવ્યો. યુવક પોતાના માતા-પિતાની સાથે રહે છે. તે 10માં ધોરણનો વિદ્યાર્થી છે.

લાઇક માટે એક્ટિંગ ભારે પડી
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિંધ્યા તિવારીએ જણાવ્યું કે, યુવક લાઇક માટે આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. મંગળવારે રાત્રે પણ તે ફેસબુક પર લાઇવ થયો. ત્યાર બાદ તેણે મચ્છર મારવાની શીશીમાં પાણી ભરીને પીવાની એક્ટિંગ કરી. ત્યાર બાદ બેહોશીની એક્ટિંગ કરવા લાગ્યો હતો. આ વીડિયો અમેરિકામાં ફેસબુક મુખ્યમથકે નજર રાખી રહેલા લોકોએ જોયું અને ભારત સરકારને આ અંગે માહિતી આપી હતી.

રાત્રે 2 વાગ્યે પોલીસે 50 ઘરના દરવાજા ખખડાવ્યા
લોકેશન મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ત્યાં 50 ટકા કરતા વધારે રૂમ હતા. અહીં શ્રમજીવી લોકો ભાડે રહે છે. પોલીસે તમામ દરવાજા ખખડાવ્યા હતા અને આખરે મહામહેનતે તે યુવક મળી આવ્યો હતો. ત્યાર બાદ યુવક મળી આવ્યો હતો.

યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે, જ્યારે પોલીસ પહોંચી ત્યારે યુવક આરામથી પોતાના રૂમમાં સુઇ રહ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઇને ગયા હતા. મેડિકલ તપા કરાવવામાં આવી. ત્યાર બાદ તેણે માફીનામું પણ લખાવવામાં આવ્યું. હવે તેનું કાઉન્સેલિંગ કરાવવામાં આવી રહ્યું છે.

    follow whatsapp