ઓટાવા : કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે એકવાર ફરીથી ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક પત્રકારે ટ્રુડોને પુછ્યું કે, કેનેડાની ધરતી પર તેના પોતાના નાગરિકો નિજ્જરની હત્યાની તપાસમાં શું પ્રોગ્રેસ છે, જો કોઇ પ્રગતિ નથી, તો શું અમેરિકાને કેનેડાની તરપથી ભારત પ્રત્યે કડક વલણ અપનાવવું જોઇએ? જેના જવાબમાં જસ્ટિન ટ્રુડોએ ફરીથી પોતાના જુના આરોપોને દોહરાવ્યા હતા. જે તેમને કેનેડાની સંસદમાં ભારત પર લગાવ્યા હતા.
ADVERTISEMENT
જસ્ટિસન ટ્રુડોએ કહ્યું કે, શરૂઆતથી જ જ્યારે અમે વિશ્વસનીય આરોપો અંગે માહિતી મળી કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટનો સમાવેશ થાય છે, તો અમે ભારત સાથે સંપર્ક કર્યો અને તેમને આ મામલા ઉંડે સુધી જવા માટે અમારી સાથે તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કર્યો. તેમણે આગળ કહ્યું કે , અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને કેનેડાની સંપ્રભુતાના આ ગંભીર ઉલ્લંઘન પર કામ કરવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકા અને પોતાના મિત્ર દેશો સાથે પણ સંપરક કર્યો. આ એવી વસ્તુ છે જેને અમે ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.
કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે
કેનેડિયન વડાપ્રધાને કહ્યું કે, અમે પોતાના તમામ સહયોગીઓ અને ભાગીદારોની સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. તપાસ એજન્સીઓ પોતાનું કામ કરતી રહેશે. કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે અને તેના માટે ઉભો રહે છે. કારણ કે જો શક્તિથી સાચુ અને ખોટાનો નિર્ણય લેવાવા લાગશે, જો મોટા દેશ કોઇ પરિણામની ચિંતા કર્યા વગર આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરશે, તો સમગ્ર વિશ્વ તમામ લોકો માટે વધારે ખતરનાક થઇ જશે.
ટ્રુડોએ કહ્યું કે, ભારતે વિયના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું
કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્ત સંજય કુમાર વર્માને ત્યાંના સાંસદ ચંદન આર્ય દ્વારા પાર્લામેન્ટ હિલ પર આયોજીત એક કાર્યક્રમમાં આમંત્રિત કરવાના સવાલ અંગે ટ્રુડોએ કહ્યું કે, અમે ખુબ જ સ્પષ્ટ છે કે અમે તે ગંભીર મામલે ભારતની સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગીએ છીએ. અમે તેના મુળ સુધી જવા માટે ભારત સરકાર અને સમગ્ર વિશ્વનાભાગીદારોનો સંપર્ક કર્યો છે. એટલા માટે જ્યારે ભારતે વિયના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું અને 40 થી વધારે કેનેડિયન રાજદ્વારીઓની છુટને મનમાની રીતે રદ્દ કરી દેવાયા તો અમે ખુબ જ નિરાશ થયા.
ભારત દ્વારા કેનેડિયન રાજદ્વારીઓને કાઢવા ચિંતાનો વિષય
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, તે અંગે અમારા દ્રષ્ટીકોણથી વિચારો. અમારી પાસે તે માનવાના ગંભીર કારણ છે કે, કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટ હોઇ શકે છે. આ અંગે ભારતની પ્રતિક્રિયા વિયના કન્વેંશનનું ઉલ્લંઘન કરીને કેનેડિયન રાજદ્વારીઓનું એક આખુ જુથ બહાર નિકળવાનું હતું. આ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય છે. જ્યારે કોઇ દેશને લાગે છે કે, તેના રાજદ્વારી બીજા દેશમાં સુરક્ષીત નથી, તો આ સ્થિતિ આતરાષ્ટ્રીય સંબંધો ખતરનાક અને ગંભીર બનાવે છે.
ADVERTISEMENT