HAMAS પાણીની પાઇપોમાંથી બનાવ્યા રોકેટ, Israel પર હુમલાની પદ્ધતીથી દુનિયા પરેશાન

નવી દિલ્હી : થોડા વર્ષો પહેલા ગાઝામાં પાણીની પાઇપલાઇન બિછાવાઇ હતી. હમાસ આતંકવાદીઓએ તેને ઉખાડીને તેના રોકેટ બનાવ્યા છે. ત્યાર બાદ તેના થકી જ આ…

Hamas Attack on Israel

Hamas Attack on Israel

follow google news

નવી દિલ્હી : થોડા વર્ષો પહેલા ગાઝામાં પાણીની પાઇપલાઇન બિછાવાઇ હતી. હમાસ આતંકવાદીઓએ તેને ઉખાડીને તેના રોકેટ બનાવ્યા છે. ત્યાર બાદ તેના થકી જ આ રોકેટ્સથી હમાસ પર તાબડતોડ હુમલો કરવામાં આવ્યો. 48 કિલોમીટર લાંબી પાઇપલાઇન હતી. ગાઝા પટ્ટીમાં પાણીનીપાઇપલાઇન માટે યૂરોપિયન યૂનિયને મદદ કરી હતી.

GAZA ના લોકોને પીવાના સ્વચ્છ પાણી માટે કરાઇ હતી મદદ

GAZA ના લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળે, એટલા માટે યૂરોપિયન યૂનિયનને (EU) પાણીની પાઇપલાઇન બિછાવવાના પૈસા આપ્યા. પાઇપલાઇન આવી અલગ અલગ સ્થળો પર બિછાવવામાં આવી. જો કે હમાસના આતંકવાદીઓએ જીવન આપનારા ઇન પાઇપલાઇનોના મોત આપનારા રોકેટ્સમાં બદલી દીધા.

બ્રસેલ્સે પેલેસ્ટાઇનની મદદ માટે 100 મિલિયન યૂરોની મદદ કરાઇ

બ્રસેલ્સે પેલેસ્ટાઇનની મદદ માટે 100 મિલિયન યૂરો એટલે કે 876 કરોડ રૂપિયા કરતા વધારેની મદદ કરી. જો કે હમાસ આતંકવાદીઓએ તેને ઘરેલુ રોકેટ્સમાં બદલી દેવામાં આવી. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, જે દેશને પાણીની પાઇપલાઇન માટે આંતરરાષ્ટ્રીય મદદ મળી, શું તે હમાસના કારણે ફરીથી મદદ આપવામાં આવે કે નહી.

હમાસ નવા-નવા ઇનોવેશન દ્વારા હથિયારો બનાવાયા

હમાસ નવા-નવા ઇનોવેશન દ્વારા પોતાના હથિયારો બનાવતા રહે છે. ઇઝરાયેલી ડ્રોનની નકલ કરવા પોતાના માટે ઘરેલું ડ્રોન બનાવી નાખ્યું. 7 સપ્ટેમ્બર 2023 ને તે જ ડ્રોન્સથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. સાથે જ 20 મિનિયની અંદર 5000 રોકેટ છોડવામાં આ્યા. તમનેજ જાણીને આશ્ચર્ય થશે કે આ પાઇપલાઇન 48 કિલોમીટર લાંબી હતી .

હમાસને આટલા રોકેટ મળે ક્યાંથી છે?

હમાસ આતંકવાદીઓએ મે 2021 માં 11 દિવસની અંદર 4 મહિના કરતા વધારે રોકેટ ફાયર કર્યાહ તા. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે 2200 રોકેટની પૃષ્ટી કરી હતી. જ્યારે હમાસે દાવો કર્યો હતો કે, અમારી પાસે 5 હજારથી વધારે રોકેટ્સ છે. આ પ્રકારનો હુમલો આ સવાલ ઉઠાવે છે કે આખરે આ આતંકવાદી સંગઠનને આટલા રોકેટ્સ મળે ક્યાંથી છે.

ઇરાન અને સુડાન પર લાગી રહ્યા છે આક્ષેપ

એક માન્યતા અનુસાર ઇરાન, સીરિયા અને સુડાન હમાસને રોકેટની સપ્લાઇ કરે છે. જોકે ત્રણેય દેશ આ વાત સ્વિકારતા નથી. હવે હમાસ પોતાના રોકેટ બનાવવા લાગ્યું છે. આ ખુબ જ હાઇફાઇ ટેક્નોલોજી ધરાવતા નથી પરંતુ જ્યાં પડે ત્યાં નુકસાન જરૂર કરે છે. 2014 માં હમાસે 4500 રોકેટ ઇઝરાયેલ તરફ ફેંક્યા હતા. પછી 2019 માં 400 થી વધારે રોકેટ છોડીને ઇઝરાયેલના મોટા શહેરોને નિશાન બનાવ્યા. ત્યાર બાદ 2021 માં ચાર હજાર રોકેટ છોડવામાં આવ્યા.

    follow whatsapp