નવી દિલ્હી : એકવાર ફરીથી દિલ્હી મેટ્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમાં એક વ્યક્તિ મેટ્રોમાં બેસીને બીડી સળગાવી રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, આટલા ચેકિંગ અનેત પાસ બાદ પણ શખ્સો મેટ્રોમાં માચિસ કઇ રીતે આવ્યા.
ADVERTISEMENT
દિલ્હી મેટ્રોમાં તંબાકુના પદાર્થોના સેવન પર પ્રતિબંધ
દિલ્હી મેટ્રોમાં પાન, ગુટખા, તંબાકુનું સેવન અને ધુમ્રપાન પ્રતિબંધિત છે. પકડાવાની સજા અને દંડનું પ્રાવધાન છે. સવાલએવો છે કે, શું લોકો દિલ્હી મેટ્રોની એડ્વાઇઝરીની કોઇ પરવાહ છે? કદાચ નહી. ઇન્ટરનેટ પર દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વૃદ્ધ બીડી સળગાવતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે વૃદ્ધ વ્યક્તિએ બીડી સળગાવી, એવું લાગી રહ્યું હતું કે, તેઓ મેટ્રોમાં છે અને યાત્રા કરી રહ્યા છે. અનુભવ ન થયો કે કોઇ પોતાના ઘરના લોન પર સંપુર્ણ તલ્લીનતા સાથે બીડીને એન્જોય કરી રહ્યા છે.
https://x.com/RohitSindhu13/status/1706244984964546821?s=20
મેટ્રોમાં બીડી સળગાવનાર કાકા પોતાની જ મોજમાં હતા
મેટ્રોમાં બીડી સળગાવનારા વ્યક્તિ પોતાની મસ્તીમાં કઇ હદે હતો? તેનો અંદાજ લગાવાઇ શકાય છે કે બીડી સળગાવ્યા બાદ તેણે સળગતી માચીસની તીલી ત્યાં મેટ્રોની ફર્શ પર જ ફેંકી દીધી. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ અતરંગ હરકત માટે અન્ય યાત્રી આ વૃદ્ધ વ્યક્તીને સમજાવે પણ છે પરંતુ જે બેફીકરીથી વૃદ્ધ વ્યક્તિ તે વાતોને સાંભળતો પણ નથી.
આસપાસના લોકોથી બેખબર કાકાએ સળગાવી બીડી
તમામ લોકો છે જેમણે વૃદ્ધ વ્યક્તિની આ બેફીકરી બિલકુલ પણ સારી નહોતી લાગી. એવા લોકો દિલ્હી મેટ્રો અને દિલ્હી મેટ્રો ડીસીપીને ટેગ કરીને તે વ્યક્તિ પર એક્શનની માંગ કરી રહ્યા છે. ખેર આ કોઇ પહેલીવાર નથી જ્યારે કોઇ વાયરલ વીડિયોના કારણે દિલ્હી મેટ્રો સમાચારોમાં આવેલું છે.
વાયરલ વીડિયોના કારણે મેટ્રો અવાર નવાર સમાચારોમાં છવાયેલું રહે છે
ખેર આ પહેલીવાર નથી જ્યારે કોઇ વાયરલ વીડિયોના કારણે દિલ્હી મેટ્રો સમાચારોમાં છવાયેલું છે. હાલ ગત્ત દિવસો જ એક વીડિયો પણ આપણી સામે હતો જેમાં એક કપલ ચાલુ ટ્રેનમાં લિપલોક કરતા નજર આવ્યું હતું. આ વીડિયોમાં કપલ મેટ્રોના ગેટ પાસે જ ઉભેલા હતા અને એક બીજાને લપેટાયેલા હતા. આ વીડિયો પર જ ખુબ જ પ્રતિક્રિયાઓ આવી હતી અને કહ્યું હતું કે, આ કપલ પર એક્શન હોવું જોઇએ.
ADVERTISEMENT